હવેથી તારક મહેતા શોમાં નહીં જોવા મળે ટપ્પુ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-07 12:09:01

છેલ્લા 14 વર્ષથી સબ ટીવી પર ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ દર્શકોના દિલમાં પોતાની અલગ જગ્યા બનાવી છે. શોના કિરકાદર લોકોને પસંદ આવી રહ્યા છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક કલાકારો શોને છોડી રહ્યા છે. ત્યારે ટપ્પુનું કિરદાર નિભાવતા રાજ અનાદકટે પણ શોને અલવિદા કહી દીધું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ અંગેની માહિતી દર્શકોને આપી હતી. પોતાની પોસ્ટમાં લખ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેનો સાથ ખતમ થઈ રહ્યો છે આ એક સારી સફર હતી.


સોશિયલ મીડિયા પર આપી જાણકારી

છેલ્લા અનેક સમયથી ટપ્પુ એટલે કે રાજે શુટિંગ કરવાનું બંધ કરી દીધું હતું. લાંબા સમયથી તે શુટિંગ નતા કરી રહ્યા જેને કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ શો છોડી રહ્યા છે. પરંતુ સત્તાવાર રીતે તેમણે હવે જાહેર કર્યું છે. રાજે કયા કારણોસર શો છોડ્યો તે અંગે માહિતી આપી ન હતી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે કરિયરના ગ્રોથ માટે રાજે આ શો છોડ્યો હોઈ શકે છે. 


અનેક કલાકારો શોને કહી દીધું છે અલવિદા

ટપ્પુએ શો છોડ્યો એ પહેલા અનેક કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. દિશા વાકાણીએ શોને કયારનું અલવિદા કહી દીધું છે પરંતુ હજી સુધી નવા દયાભાભીની એન્ટ્રી શોમાં નથી થઈ. પરંતુ મહેતા સાહેબ, અંજલી ભાભી, રોશનસિંહ સોઠી સહિતના કલાકારોનું રિપેસ્મેન્ટ આવી ગયું છે. ત્યારે ટપ્પુએ પણ શોને અલવિદા કહી દીધું છે. અનેક કલાકારો શોને છોડીને જઈ રહ્યા છે જેને કારણે દર્શકોમાં ધીરે ધીરે શોની લોકચાહના ઓછી થઈ રહી છે.     




રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..