દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત... રોહિત શર્માને ટેસ્ટનું સુકાન, સૂર્યા અને રાહુલને મળી મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-11-30 22:16:25

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આજે ગુરુવારે (30 નવેમ્બર) દિલ્હીમાં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ટી-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે કેએલ રાહુલ વનડે શ્રેણીની કમાન સંભાળશે. ટેસ્ટ ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડને વિનંતી કરી હતી કે તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI નહીં રમે. જ્યારે મોહમ્મદ શમી હાલમાં તબીબી સારવાર હેઠળ છે અને તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર છે.


રજત પાટીદાર, સાંઈ સુદર્શન નવા ચહેરા


સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલની વનડે ટીમમાં વાપસી થઈ છે. નવા ચહેરા તરીકે રજત પાટીદાર, સાંઈ સુદર્શનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનને આ મોટી તક મળી છે. જ્યારે શુભમન ગિલને વનડે ટીમમાં તક મળી નથી. સૂર્યા પણ ODI ટીમમાંથી ગાયબ છે. જ્યારે કેએસ ભરતને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે ટેસ્ટ ટીમમાં નિષ્ણાત વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ઈશાન કિશન  છે. જસપ્રીત બુમરાહ હવે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન હશે.


ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ 


T20ની કેપ્ટનશિપ માટે ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા રહેશે. એટલે કે રવિન્દ્ર જાડેજાને પહેલીવાર મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે