Team India, ICC World Cup 2023: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર, આ ઓલરાઉન્ડરનું પત્તું કપાયું, અશ્વિનને મળી તક


  • Published By :
  • Published Date : 2023-09-28 22:01:10

ભારતની યજમાનીમાં યોજાનારા વન ડે વર્લ્ડ કપ 2023નું બ્યુગલ ટૂંક સમયમાં વાગવા જઈ રહ્યું છે ત્યારે આજે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે, પરંતુ તે પહેલા તમામ 10 ટીમોએ 2-2 પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે. ટૂર્નામેન્ટ માટે તમામ 10 દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી હતી. પરંતુ આ ટીમમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ 28મી સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમે આ દિવસે પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે અને અંતિમ ટીમ જાહેર કરી છે. ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને બહાર કરવામાં આવ્યો છે.


ઇજાગ્રસ્ત અક્ષર આઉટ, અશ્વિનની એન્ટ્રી 


ઓલરાઉન્ડર અક્ષર પટેલના સ્થાને ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પણ તક આપવામાં આવી હતી, જ્યાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે અક્ષર સિરીઝની ત્રીજી અને છેલ્લી વનડે સુધી પણ ફિટ થઈ શક્યો ન હતો. ભારતીય ટીમે વર્લ્ડ કપ પહેલા 2 પ્રેક્ટિસ મેચ રમવાની છે. ટીમને તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે રમવાની છે. આ માટે અશ્વિન સહિત આખી ટીમ ગુવાહાટી પહોંચી ગઈ છે.


વર્લ્ડ કપ માટે ભારતની અંતિમ ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે