સારા અલી ખાનની ફિલ્મ 'એ વતન મેરે વતન’ નું ટીઝર થયું રિલીઝ, શું તમે જોયું ટીઝર?


  • Published By :
  • Published Date : 2023-01-23 13:39:43

આગામી સમયમાં અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની પઠાણ, અક્ષયકુમારની સેલ્ફી જેવી અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. ત્યારે સારા અલી ખાનની ફિલ્મ પણ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. સારાની આગામી ફિલ્મ એ વતન મેરે વતનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.  આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન એક સ્વતંત્રતા સેનાનીની ભૂમિકામાં જોવા મળી રહી છે.

Sara Ali Khan is a freedom fighter in Ae Watan Mere Watan, watch teaser |  Bollywood - Hindustan Times

સ્વતંત્રતા સેનાનીના રોલમાં દેખાય છે સારા

આઝાદી વખતના સંઘર્ષને ધ્યાનમાં રાખી અનેક ફિલ્મો બનતી હોય છે. ત્યારે આવનાર સમયમાં અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ એ વતન મેરે વતન આવવાની છે. આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. કન્નન અય્યર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળશે.


ભારત છોડો આંદોલન પર આધારીત છે ફિલ્મ 

આ ફિલ્મમાં ભારત છોડો આંદોલનમાં સીક્રેટ ઓપરેટર બનીને દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઉષા મહેતાનો રોલ કરી રહી છે. ઉષા મહેતાએ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 1942માં થયેલા ભારત છોડો આંદોલન પર આધારીત છે. ટીઝરમાં સારા રેટ્રો લૂકમાં દેખાઈ રહી છે. સફેદ રંગની સાડીમાં રેડિયો સેટ કરતી દેખાઈ રહી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે