ફોન ગ્રાહકોની સંખ્યા વધીને 117.03 કરોડ થઈ, જાણો કઈ કંપની છે ટોપ પર


  • Published By :
  • Published Date : 2023-02-17 18:08:36

દેશભરમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ડિસેમ્બર 2022માં નજીવી વધી છે. દેશમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા વધીને 117.03 કરોડ થઈ હતી. ફિક્સ લાઇન કનેક્શનની સંખ્યામાં વૃધ્ધી આમાં મોટો ફાળો રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં ફોન ગ્રાહકોની સંખ્યા નવેમ્બરમાં 117.01 કરોડથી વધીને ડિસેમ્બરમાં 117.03 કરોડ થઈ ગઈ છે. આ રીતે, માસિક ધોરણે 0.02 ટકાનો વધારો નોંધાયો છે.


TRAIનો રિપોર્ટ શું કહે છે?


ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ તેના માસિક સબસ્ક્રાઈબર રિપોર્ટમાં જણાવ્યું છે કે ડિસેમ્બરમાં વાયરલાઈન સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધીને 2.74 કરોડ થઈ છે જે નવેમ્બરમાં 2.71 કરોડ હતી. રિલાયન્સ જિયોના 2.92 લાખ નવા ગ્રાહકોની સંખ્યાએ ફિક્સ ફોન ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવા પાછળ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમયગાળા દરમિયાન ભારતી એરટેલે 1.46 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા જ્યારે BSNLએ 13,189 અને ક્વાડ્રન્ટે 6,355 નવા ગ્રાહકો ઉમેર્યા.


રિલાયન્સ જિયોના ગ્રાહકો વધ્યા


બીજી તરફ, MTNLએ આ મહિના દરમિયાન 1.10 લાખ ગ્રાહકો ગુમાવ્યા જ્યારે વોડાફોન ઇન્ડિયાએ 15,920 લેન્ડલાઇન ગ્રાહકો ગુમાવ્યા. ડિસેમ્બરમાં મોબાઈલ ફોન ધારકોની સંખ્યા નજીવી રીતે ઘટીને 114.29 કરોડ થઈ છે. નવેમ્બરમાં આ સંખ્યા 114.30 કરોડ હતી. વોડાફોન આઈડિયાના 24.7 લાખ ગ્રાહકોનો ઘટાડો આની  પાછળનું મુખ્ય કારણ હતું. રિલાયન્સ જિયોએ ડિસેમ્બરમાં 17 લાખ નવા મોબાઇલ ફોન કનેક્શન ઉમેર્યા, જ્યારે ભારતી એરટેલે 15.2  લાખ નવા ગ્રાહકો ઉમેર્યા. જ્યારે BSNLએ 8.76 લાખ ગ્રાહકો ગુમાવ્યા. બ્રોડબેન્ડ કનેક્શન ધારકોની સંખ્યા નવેમ્બરમાં 82.53 કરોડથી વધીને ડિસેમ્બરમાં 83.22 કરોડ થઈ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે