યુદ્ધવિરામ વચ્ચે જેરુસલેમમાં આતંકી હુમલો, ગોળીબારમાં ઈઝરાયેલના ત્રણ લોકોના મોત, હુમલાખોરો પણ ઠાર


  • Published By :
  • Published Date : 2023-11-30 18:08:36

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા અસ્થાયી યુદ્ધવિરામ વચ્ચે જેરુસલેમમાં આ આતંકી હુમલો થયો છે. જેરુસલેમમાં બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈઝરાયેલના ત્રણ નાગરિકો માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલો સ્થાનિક સમય અનુસાર ગુરુવારે સવારે 7.40 વાગ્યે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બે પેલેસ્ટિનિયન હુમલાખોરો વેઈઝમેન સ્ટ્રીટ પર વાહનમાંથી ઉતર્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. છ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. ઘટના સ્થળે હાજર બે ઑફ-ડ્યુટી સૈનિકો અને એક સશસ્ત્ર નાગરિકે પણ તરત જ  હુમલાખોરો પર વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઉલ્લેખનિય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. લગભગ 47 દિવસના યુદ્ધ બાદ બંને વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ થયો હતો.


હુમલાનો વીડિયો વાયરલ


આ હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો બસ સ્ટોપ પર ઉભા રહીને રાહ જોઈ રહ્યા છે, ત્યારે અચાનક બે હુમલાખોરો આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઈઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોના નામ મુરાદ નામ્ર (38) અને ઈબ્રાહિમ છે. નમ્ર (30) છે. આ બંને હમાસ સાથે સંકળાયેલા છે અને અગાઉ પણ આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી બદલ જેલમાં જઈ ચૂક્યા છે.


હથિયારો મળી આવ્યા


જેરુસલેમ પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો પાસે એમ-16 એસોલ્ટ રાઈફલ અને એક હેન્ડગન હતી. હુમલાખોરોના વાહનમાંથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસ આસપાસના વિસ્તારની પણ તપાસ કરી રહી છે. આ હુમલામાં 24 વર્ષની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલા અને એક પુરૂષનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ આતંકવાદી હુમલો થયો હતો તે બસ સ્ટોપ પર પણ બરાબર એક વર્ષ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલો ગુરુવારે સવારે એવા સમયે થયો હતો જ્યારે ઇઝરાયેલ અને હમાસ અસ્થાયી યુદ્ધવિરામને વધુ એક દિવસ વધારવા માટે સહમત થયા હતા.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે