ટીમ ઈન્ડિયાનો 9 વિકેટથી પરાજય, ઓસ્ટ્રેલિયા 6 વર્ષે ભારતમાં ટેસ્ટ મેચ જીત્યું


  • Published By :
  • Published Date : 2023-03-03 13:34:46

ઓસ્ટ્રેલિયાએ આજે 3 માર્ચ 2023ના દિવસે 9 વિકેટથી હરાવ્યું છે, 4 મેચની સીરીઝની શરૂઆતની બંને મેચ ભારતે જીતી હતી. આ પ્રકારે સીરીઝમાં હવે ભારત 2-1થી આગળ છે. સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  યોજાશે.


ઓસ્ટ્રેલિયાએ ક્વોલિફાય કર્યું


ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં યોજાયેલી આ ટેસ્ટ મેચમાં જીતની સાથે જ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ભારત પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની રેસમાં છે. પરંતું હવે તેણે અમદાવાદમાં કોઈ પણ ભોગે જીત મેળવવી જ પડશે, નહીં તો પેંચ ફસાઈ શકે છે.


લંચ પહેલા જ સમાપ્ત થઈ મેચ


ત્રીજી ટેસ્ટનું પરીણામ બે દિવસ અને કેટલાક કલાકોમાં આવી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે લંચ પહેલા જ એક વિકેટ પર 78 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી. ટ્રેવિસ હેડ 53 બોલમાં 49 રન અને માર્નસ લાબુશેન 58 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો. હેડએ તેની ઈંનિંગ દરમિયાન 6 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો. ત્યાં જ લાબુશેનએ 6 છક્કા લગાવ્યા. 


ભારત ટોસ જીત્યું, પણ ટેસ્ટ હાર્યુ


બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ એક માર્ચે શરૂ થઈ હતી, પહેલા દિવસે રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્માનો આ નિર્ણય યોગ્ય સાબિત ન થયો. ભારતીય ટીમ પહેલી ઈંનિંગમાં 109 રન પર જ ધરાશાઈ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 197 રન બનાવ્યા આ પ્રકારે તેણે 88 રનની લીડ પ્રાપ્ત કરી લીધી. ભારતીય ટીમ બીજી ઈંનિંગમાં કોઈ કમાલ કરી શકી નહીં અને 163 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ. આ પ્રકારે આસ્ટ્રેલિયાને જીત માટે 76 રનનું લક્ષ્ય મળ્યું, જે તેણે માત્ર 18.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું.  

 

ઓસ્ટ્રેલિયાએ 6 વર્ષે ટેસ્ટ જીતી


ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 6 વર્ષ બાદ કોઈ ટેસ્ટ જીતી લીધી છે. આ પહેલા ફેબ્રુઆરી 2017માં પુનામાં યોજાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 333 રનથી હરાવ્યું હતું, આસ્ટ્રેલિયા ત્યાર બાદ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમ્યું છે પણ અને ત્યાર બાદ હવે ઈન્દોરમાં જીત મેળવી શક્યું છે. આ દરમિયાન તેને 4 ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ડ્રો રહી હતી.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .