ફ્લાઈટમાં મહિલા પર પેસાબ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-01-07 12:45:31

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યુવકે બાજુમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર પૈસાબ કરી લીધો હતો. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ફ્લાઈટ ન્યુયોર્કથી દિલ્હી આવી રહી હતી. તે વખતે નશામાં ઘૂત વ્યક્તિએ 70 વર્ષીય મહિલા પર પેસાબ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી શંકર મિશ્રાની બેંગ્લુરૂથી ધરપકડ કરી લીધી છે.

 


નશામાં ઘૂત થઈ મહિલા પર કર્યો હતો પેસાબ 

આજકાલ ફ્લાઈટમાં એવા એવા બનાવો બની રહ્યા છે જે વિચારવા મજબૂર કરે છે. થોડા દિવસો પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક યુવકે બાજુમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર નશામાં ધૂત થઈ પેસાબ કરી લીધો હતો. આ ઘટના બાદ મહિલાએ એરઈન્ડિયાને પણ જાણ કરી હતી. કંપનીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ કરી હતી  અને શંકર મિશ્રાને બેંગ્લુરુથી ઝડપી લેવામાં આવ્યો છે. 


ઘટના બાદ નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો 

પોલીસ ફરિયાદ થતા તેમજ કિસ્સો સામે આવતા આરોપી સતત પોાતનું લોકેશન બદલતો રહેતો હતો. આરોપી એક ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતો હતો પરંતુ આ ઘટના બાદ તેને કંપનીમાંથી કાઠી મૂકવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરી બાદ આરોપીએ પોતાનો ફોન બંધ કરી લીધો હતો. આ કેસમાં એરઈન્ડિયાના પાયલટ અને કો પાયલટ સહિતના સહકર્મીઓને સમન્સ પણ પાઠવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર ન થયા હતા.       


બેંગ્લૂરુથી થઈ આરોપીની ધરપકડ 

આરોપીનું અંતિમ લોકેશન બેંગ્લુરૂ હતું. તે બાદ આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસે આ લોકેશન ઉપરથી આરોપીની શોધ કરી હતી. 3 જાન્યુઆરીએ શંકર મિશ્રાનો ફોન એક્ટિવ હતો અને જે બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીને પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યો છે.  

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે