કાયદો અને વ્યવસ્થા આ શબ્દો પરથી દિવસે ને દિવસે ભરોસો ઊઠતો જાય છે કારણે જેને કાયદો અને વ્યવસ્થા સંભાળવાના છે તો રોજ એ કાયદાનો ડર બતાવીને સામાન્ય લોકોને જ છેતરે છે લૂંટે છે અને એની સાથે અમાનવીય વર્તન કરે છે.
પોલીસની છબી ફરી કલંકિત થઈ!
જ્યારે પોલીસના કામગીરીની વાત આવે તો આપણા મનમાં એક જ વિચાર આવે કે પોલીસ લોકોને ડરાવવાનું કામ કરે છે. પોલીસની નેગેટિવ છબી આપણા મનમાં અંકિત થઈ ગઈ છે. ત્યારે આજે જે સમાચાર કહેવા છે તે પણ આવા જ કંઈક છે. પોલીસનો એવો ચહેરો સામે આવ્યો છે જે ડરાવનો છે. પોલીસનું કામ લોકોને ન્યાય અપાવવાનું છે ના કે કાયદા અને વ્યવસ્થાને કચડીને દાદાગીરી કરવાનું..! પોલીસની ક્રૂર છબીનો પરિચય આજે ફરી તમને કરાવવો છે. વાત એમ છે કે મૂળ અમદાવાદના વતની હર્ષિલ જાદવ કે જેને તનિશ્ક ટુર ટ્રાવેલ્સનો વ્યવસાય છે હર્ષિલ જાદવે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી.
જૂનાગઢ પોલીસે યુવકને કર્યો ફોન અને કહ્યું...!
અરજી પ્રમાણે તેનો કર્મચારી કંપનીના ડેટાની માહિતી કોઈને આપી રહ્યો છે. પછી, તેમને પોલીસ સ્ટેશનથી ફોન આવે છે અને અધિકારીઓ કહે છે કે ભાઈ તમારા સામે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ફરિયાદીએ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ કરી કે તમે જે ટ્રાવેલ્સ એજન્સી ચલાવો છે એમાં પૂરતી સુવિધા પૂરી પડતાં નથી. 1.20 રૂપિયાના ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપી હર્ષિલને બોડકદેવ પોલીસ સ્ટેશનથી જૂનાગઢ બી ડિવિઝન આ ફરિયાદના આધારે લઈ જવામાં આવ્યો.
રિમાન્ડમાં માર ન મારે તે માટે કરવામાં આવી પૈસાની માગ!
ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને કોર્ટ તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરે છે. આ દરમિયાન પીએસઆઈ એમ.એમ. મકવાણા રિમાન્ડમાં માર ન મારવાના ત્રણ લાખ રૂપિયાની માંગણી કરતાં હતા. હર્ષિલનો પરિવાર આ પૈસા આપવા તૈયાર ન હતો. અને પછી પોલીસને તો આ સહન ના થયું કે ભાઈ 3 લાખ કેમ નથી આપતા તો રિમાન્ડ દરમિયાન હર્ષિલ ભાઈને એટલો માર માર્યો કે યુવકના ડાબા પગમાં ફેક્ચર અને જમણા પગના લીગમેંટ ફાટી ગયા. તેમજ માથાના ભાગમાં પણ સખત ઇજા પહોંચી અને હાલ હર્ષિલભાઈની હાલત અતિશય ગંભીર છે. ડોકટરે કહ્યું છે કે પોલીસ મારના કારણે બ્લડ કલોટીંગ થતાં હાર્ટ એટેક આવ્યો છે
પોલીસ કર્મચારી વિરૂદ્ધ કરવામાં આવી ફરિયાદ
કુરુતાની આ પરાકાષ્ઠા છે કે કોઈએ લાંચ આપવાની ના પડી એટલે એને એટલો મારવાનો કે એ જીવી પણ ન શકે! આવા કિસ્સાઓ જે સામે આવે છે તેને જોતા લાગે કે આ લોકો ખરેખર ખાખી પહેરેલા ગુંડા જ છે. આ લોકોને કોઈ શરમ નથી એમને જોઈએ છે શું તો લાંચ અને પૈસા બસ ભલેને પછી સામે વાળો મરી જાય. આ ઘટના બાદ dysp એ હર્ષિલના ભાઈની ફરિયાદ મુજબ એમ.એમ.મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
લોકો આજે પણ પોલીસ પાસે જતા ડરે છે!
પોલીસે ફરિયાદ કરી છે તો વધારેમાં વધારે શું એ પોલીસકર્મચારીને સસ્પેન્ડ કરવા આવશે. પણ આ ઘટનાઓ બાદ કેટલા લોકો સુધરે છે? શું ફરક આવે છે સિસ્ટમમાં આજે પણ લોકો કેમ પોલીસ પાસે જતાં ડરે છે? આ છે કારણ લોકોને એવું લાગે છે કે પોલીસ પાસે જાશું તો આટલા પૈસા આપવા પડશે એ લોકો પોલીસથી જ સેફ ફિલ નથી કરતાં આવા લોકો સુધરે એ આશા






.jpg)







