વધતા કોરોનાને લઈ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2022-12-25 08:08:47

વિશ્વમાં કોરોના અંગેની સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચીન, અમેરિકા, જાપાન સહિતના દેશોમાં કોરોના વકરી રહ્યો છે. વિદેશથી આવતા લોકો પર ભારત સરકાર નજર રાખી રહી છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કોરોના કેસ વધતા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લખવામાં આવેલા પત્રમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિત હોસ્પિટલમાં જરૂરી સાધનો રાખવા પર ધ્યાન કેન્દ્રીત કરવા ભાર રાખ્યો છે.  


વેન્ટિલેટર, ઓક્સિજનની વ્યવસ્થા કરવા આપી સૂચના 

એક તરફ કોરોના સંક્રમણ ઓછુ થઈ રહ્યું હોય તેવું લાગતું હતું. પરંતુ એકાએક કોરોના કેસમાં વધારો થયો છે. વિશ્વભરના દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7ને કારણે ચિંતા વધી ગઈ છે. આ વેરિયન્ટને ઘાતક માનવામાં આવે છે. કોરોનાની લહેરમાં ઓક્સિજન, વેન્ટિલેટર, બેડની અછત સર્જાઈ હતી. જેને કારણે લોકોના મોત થયા હતા. ત્યારે કોરોનાને લઈ આ વખતે લોકોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે ધ્યાન રાખવા માટે  કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાને લઈ યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપી છે.


કેન્દ્ર સરકારે પત્રમાં શું લખ્યું છે 

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પત્રમાં જણાવામાં આવ્યું છે કે હાલ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબુમાં છે. પરંતુ આવનાર સમયમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે. આવનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયાર રહેવું પડશે. તૈયારીઓ અત્યારથી જ કરી દેવી જોઈએ. 






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે