કોરોના સંક્રમણ ઘટતા ચીન સરકારે અનેક વિસ્તારોમાં હળવા કર્યા પ્રતિબંધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-04 11:27:50

ચીનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. જેને કારણે ચીન સરકારે ઝિરો કોવિડ નીતિને અમલમાં લાવી દીધી હતી. જેને કારણે કડક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. આ નીતિનો ભારે વિરોધ થયો હતો. સ્થાનિકોએ રસ્તા પર આવી ચીન સરકાર વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. વિરોધ વધતા ચીન સરકારે પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય લીધો છે.

China Coronavirus: ચીનમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ  કેસ નોંધાયા

ચીનમાં આજે કોરોનાના નવા કેસ 40 હજારને પાર, અનેક શહેરોમાં લોકડાઉનનો વિરોધ  ઉગ્ર બન્યો | TV9 Gujarati

વિરોધ વધતા ચીન સરકારે હળવા કર્યા પ્રતિબંધ 

શિયાળાની શરૂઆત થતા ચીનમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. વધતા કોરોના કેસને કારણે ચીન સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. કોરોના સંક્રમણને કાબુમાં લાવવા ચીન સરકારે કડક પ્રતિબંધો લાદી દીધા હતા. જેને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. પરંતુ ચીન સરકારને આને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સફેદ કાગળ લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચીન સરકારની નીતિ વિરુદ્ધ નારેબાજી કરી હતી.

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના સંક્રમણ, ચોંગકિંગમાં લોકોની અવરજવર પર  પ્રતિબંધ | Corona infection is spreading rapidly in China ban on movement  of people in Chongqing

પ્રતિબંધ હળવા થવાથી અનેક લોકો કોરોના સંક્રમિત થઈ શકે 

વધતા વિરોધને કારણે જ્યાં કોરોના સંક્રમણ ઓછું છે ત્યાના નિયમોને હળવા કરી દેવામાં આવ્યા છે. બીજિંગમાં કોરોના ટેસ્ટ કરતા ડોમને હટાવી દેવામાં આવ્યા છે. શેનઝોંગમાં પણ ભરવા માટે કોરોના રિપોર્ટ બતાવો ફરજિયાત નથી. પ્રતિબંધો હટાવાથી લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલા હળવા પ્રતિબંધોને કારણે વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો થયો છે. ત્યાંના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રતિબંધો હટાવાથી લાખોની સંખ્યમાં લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે અને લોકોના મોત થઈ શક્ છે.  




લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.