બાંદ્રાથી જોધપૂર જતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા


  • Published By :
  • Published Date : 2023-01-02 10:19:53

રાજસ્થાનના પાલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સોમવાર સવારે સૂર્યનગરી એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે પરંતુ આ ઘટનામાં મળતી માહિતી અનુસાર કોઈ વ્યક્તિના મોત નથી થયા. આ ઘટના રજકિયાવાસ-બોમદરાની વચ્ચે સર્જાઈ હતી. આ ટ્રેન બાંદ્રાથી જોધપુર જઈ રહી હતી.


ટ્રેનના 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા બની દુર્ઘટના 

બાંદ્રાથી જોધપૂર જતી સૂર્યનગરી એક્સપ્રેસ સાથે આ દુર્ઘટના ઘટી છે. ઉત્તર પશ્ચિમ રેલ્વે વિભાગ અનુસાર આ ઘટના 3 વાગ્યેને 27 મિનીટ પર થઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના જણાવ્યા અનુસાર 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા કંપન સર્જાયું હતું. આ ઘટનાને કારણે ટ્રેન 2-3 મિનીટ રોકાઈ હતી. ઘટનાને જોવા નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે 8 સ્લીપર કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા છે. થોડા સમયની અંદર એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી અને ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે