દિલ્હી,પંજાબ સહિત ઉત્તરભારતના રાજ્યોમાં વધશે ઠંડી


  • Published By :
  • Published Date : 2023-01-03 09:23:34

દેશના વિવિધ રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.  પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિત ઉત્તરભારતમાં ઠંડી દિવસેને દિવસે વધી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર પાંચ દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજી વધી શકે છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે. 

jagran


રાજસ્થાનમાં પણ અનુભવાશે ઠંડી

શિયાળાની ઠંડી દેશભરમાં અનુભવાઈ રહી છે. વિવિધ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાપમાન ગગડવાને કારણે હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તરભારતના રાજ્યોમાં રહેતા લોકોને આગામી દિવસોમાં ઠંડી સહન કરવાનો વારો આવવાનો છે. રાજસ્થાનમાં પણ ઠંડી અનુભવાઈ રહી છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય સુધી પહોંચી ગયું છે. 


શ્રીનગરમાં હજી ગગડશે તાપમાનનો પારો

મધ્યપ્રદેશમાં પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આવનાર દિવસોમાં ત્યાં પણ ઠંડીનો અનુભવ થવાનો છે. દિલ્હીના તાપમાનની વાત કરીએ તો 4-5 દિવસો સુધી તાપમાન ગગડી શકે છે. સૌથી વધુ ઠંડીનો ચમકારો શ્રીનગરમાં જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ઠંડી ફરી એક વખત વધી રહી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે