દેશને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની સોગાદ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે શરૂ થઈ ટ્રેન સેવા


  • Published By :
  • Published Date : 2023-01-15 12:12:31

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સુધી દોડવાની છે. આ ટ્રેન દેશની આઠમી વંદે ભારત ટ્રેન છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન 698 કિલોમીટરની સફર માત્ર 8 કલાકમાં પૂરી કરશે. લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ ટ્રેન નવા ભારતના સંકલ્પો અને સામર્થ્યનું પ્રતીક છે.

 

સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે શરૂ થઈ વંદે ભારત ટ્રેન

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન ફરે છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ 8મી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમએ તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમને જોડતી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ટ્રેન 2023ની પ્રથમ ટ્રેન છે. આપણા દેશે માત્ર 15 દિવસની અંદર બીજી વંદે ભારત ટ્રેનને દોડાવી છે. 


આત્મનિર્ભર તરફ ભારત આગળ વધી રહ્યું છે - પીએમ મોદી 

વધુમાં પીએમે કહ્યું કે આ એ ભારતનું પ્રતિક છે જે ગુલામીની માનસિકતાથી બહાર નીકળી આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે રેલ મંત્રી અશ્વિની કુમાર, કેન્દ્રીય પર્યટન મંત્રી કિશન રેડ્ડી તેમજ તેલંગાણાના રાજ્યપાલ પણ ઉપસ્થિત હતા. 


આ રૂટ પર દોડે છે વંદે ભારત ટ્રેન 

આજે જે વંદે ભારત ટ્રેન શરૂ થઈ તે 8મી હતી. અગાઉ શરૂ થયેલી વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો પહેલી ટ્રેન 15 ફેબ્રુઆરી 2015ના રોજ શરૂ થઈ હતી જે નવી દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલતી હતી. બીજી વંદે ભારત ટ્રેનનો રૂટ દિલ્હીથી કટડા સુધી શરૂ કરવામાં આવી હતી. ત્રીજી ટ્રેન મુંબઈથી અમદાવાદની વચ્ચે,  ચોથી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી અમ્બ અન્દૌરા સુધી, પાંચમી ટ્રેન મૈસુર અને ચૈન્નઈ વચ્ચે ચાલી હતી. છઠ્ઠી ટ્રેન નાગપુરથી બિલાસપુર વચ્ચે, સાતમી ટ્રેન હાવડાથી ન્યુ જલપાઈગુડી વચ્ચે દોડતી હતી. અને આઠમી ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે