દેશની પ્રથમ નેઝલ વેક્સિન આ તારીખે થશે લોન્ચ, ભારતની કંપની દ્વારા બનાવામાં આવી છે વેક્સિન


  • Published By :
  • Published Date : 2023-01-22 11:44:56

વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ભારતમાં કોરોના કેસ ન વધે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનને લઈ લોકો જાગૃત થઈ રહ્યા છે અને વેક્સિન લેવા જઈ રહ્યા છે. ત્યારે દેશમાં બનેલી પહેલી ઈન્સ્ટ્રાનેજલ કોવિડ વેક્સિન 26 જાન્યુઆરીના રોજ લોન્ચ થવા જઈ રહી છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવી છે. 

Worlds first corona nasal vaccine which can be a booster of any vaccine

26 જાન્યુઆરીએ નેઝલ વેક્સિન થશે લોન્ચ

દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે ભારતમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત 26 જાન્યુઆરીથી દેશમાં બનેલી ઈન્સ્ટ્રાનેજલ કોવિડ વેક્સિનને લોન્ચ કરવામાં આવશે. ભોપાલમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં સામેલ થયેલા કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક કૃષ્ણા એલાએ આ અંગેની જાણકારી આપી હતી.  

Gujarat Corona Cases: After 63 Days Gujarat Registered Highest Daily Cases  | Gujarat Corona Cases: ગુજરાતમાં એક્ટિવ કેસ દોઢ મહિનાની ટોચે, જાણો કેટલા  મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ

ડિસેમ્બર મહિનામાં કંપની દ્વારા આ અંગે કરાઈ હતી જાહેરાત 

નેઝલ વેક્સિન લાવવા અંગેની જાહેરાત ભારત બાયોટેક દ્વારા ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. કંપની સરકારને આ વેક્સિન 325 રુપિયા પ્રતિ ડોઝ અને પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરને  પ્રતિ ડોઝે 800 રુપિયાની કિંમતે વેચશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.ઉપરાંત થોડા સમય પહેલા દેશના વેક્સિન ટાસ્ક ફોર્સના પ્રમુખ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ વેક્સિન એવા લોકોને જ આપવામાં આવશે જેમણે હજી બુસ્ટર ડોઝ નથી લીધો.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે