દુનિયાના સૌથી ગંદા માણસનું નહાયા બાદ થયું મોત


  • Published By :
  • Published Date : 2022-10-26 16:42:13

ઈરાનમાં રહેવાવાળા દુનિયાના સૌથી ગંદા માણસનું નહાયા બાદ મોત થઈ ગયું છે. 94 વર્ષના અમૌ હાજી લગભગ 60 વર્ષથી નહાયા નહોતા. અમૌ હાજીએ ઈરાનના હેજગાહ ગામમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. અમૌ હાજી એટલે એ જ માણસ જેના ફોટો હમણાં થોડા સમય પહેલા વાયરલ થયા હતા. આ ફોટો એટલા માટે વાયરલ કરવામાં આવ્યા હતા કારણ કે અમૌ હાજીને તેમના પાડોશીઓએ બળજબરીથી સ્નાન કરાવ્યું હતું. 


નાનપણથી મગજમાં થઈ ગઈ હતી અસર 

પોતાના યુવાન અવસ્થામાં અમૌ હાજીએ બહું કપરો સમય જોયો હતો. આ સમયના કારણે તેના મગજ પર આડઅસર થઈ હતી. અમૌ હાજીને એવું હતું કે નહાશે તો તે બીમાર પડશે તેના કારણે તે 60 વર્ષ સુધી નહાયા વગર રહ્યા હતા. અમૌ હાજીના મગજમાં એક વાત ઘર કરી ગઈ હતી કે સાફ-સફાઈ રાખશે તો તે બીમાર પડી જશે. 

અમૌ હાજી આટલા ગંદા હોવા છતાં બીમાર નહોતા પડ્યા

વર્ષ 2013ની અંદર ધ સ્ટ્રેંજ લાઈફ ઑફ અમૌ હાજી નામની એક નાની ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી દુનિયાના સૌથી ગંદા માણસ એટલે કે અમૌ હાજીના જીવન પર હતી. દુનિયાના અનેક વિશ્લેષકો અમૌ હાજીની તાપસ કરી હતી. તેમને જાણવું હતું કે અમૌ હાજીના શરીર પર કોઈ બેક્ટેરિયા વાયરસ તો નથીને? પરંતુ પરીક્ષણ બાદ વિશેષજ્ઞો ચોંકી ગયા હતા કારણ કે તેમને અમૌ હાજીના શરીર પરથી કોઈ બેક્ટેરિયા કે વાયરસ નહોતા મળ્યા. આ એક ચોંકાવનારી ઘટના છે કે એક માણસ આટલો ગંદો હોવા છતાં તે એક પણ વાર બીમાર નહોતો પડ્યો. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .