રાજસ્થાનમાં નેતાઓ વચ્ચે ચાલતો વિવાદ શાંત થયો! સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન થયા બાદ પાર્ટીએ કરી આ જાહેરાત!


  • Published By :
  • Published Date : 2023-05-30 10:48:29

રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા હાઈકમાન્ડ મેદાનમાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની વાત સામે આવી છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના ઘરે રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું આ વર્ષે યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી બંને નેતાઓના નેતૃત્વમાં લડાશે. 

બંને નેતાઓ સાથે મળી ચૂંટણી લડશે!

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલતો હતો. પોતાની સરકાર વિરૂદ્ધ સચિન પાયલોટે મોરચો ખોલ્યો હતો અને કોંગ્રેસની સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ બંને નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી રંધાવા પણ ઉપસ્થિત હતા. બેઠક દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા. બેઠક બાદ મોડી રાત્રે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી કે અશોક ગેહલોત અને સચિન પાયલોટ એકસાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠકમાં રાહુલ ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર હતા.

મીટિંગ દરમિયાન રાહુલ ગાંધી પણ હતા ઉપસ્થિત!

વેણુગોપાલે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના નેતા સચિન પાયલટ સાથે બેઠક કરી હતી. જે પછી પાર્ટીએ નિર્ણય કર્યો કે ગેહલોત અને પાયલોટ બંને મળીને ભાજપ સામે એક થઈને ચૂંટણી લડશે. આ દરમિયાન ગેહલોત અને પાયલોટ બંને હસતા હતા.       


સચિન પાયલોટ સમાધાન બાદ નહીં કરે આંદોલન!

મહત્વનું છે કે સચિન પાયલોટ દ્વારા આપવામાં આવેલું અલ્ટીમેટમ 30મેના રોજ પૂર્ણ થવાનું છે. પરંતુ અલ્ટીમેટમ પૂરૂ થાય તે પહેલા જ મામલો સમેટાઈ ગયો છે. મુદ્દો ઉકેલાઈ ગયો છે. પરંતુ આ મામલે હજી સુધી સચિન પાયલોટે કંઈ નિવેદન આપ્યું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે સમાધાન બાદ પાયલોટ હવે આંદોલન નહીં કરે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે