Bhavanagarમાં તથ્યવાળી ઘટના બનતા બનતા રહી ગઈ! જન્મદિવસની ઉજવણી માટે સગીરને વાલીએ આપી ગાડી,સર્જ્યો અકસ્માત અને પછી...


  • Published By :
  • Published Date : 2023-11-06 12:17:05

થોડા સમય પહેલા અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી.  એ અકસ્માતમાં નવ જેટલા લોકોના મોત થયા હતા ત્યારે ભાવનગરમાં પણ તથ્યવાળી થતા બચી છે. ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. 16 વર્ષીય સગીરે સ્કોર્પિયો કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ગાડીની અડફેટે આવ્યા હતા. સદનસીબે અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી છે પરંતુ દુર્ઘટના તો સર્જાઈ છે. માતા પિતાએ સગીરને સ્કોર્પિયો કાર ચલાવવા આપી હતી અને પરિણામે આ દુર્ઘટના સર્જાઈ. 

સગીરોને વાહનો આપતા પહેલા વાલીઓએ કરવો જોઈએ વિચાર

રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરતા વીડિયો અનેક વખત આપણે જોયા છે. તલવારથી કેક કાપી બર્થડેની ઉજવણી કરવામાં આવે છે તેવી વાતો પણ, તેવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. વ્હાલમાં આવીને સગીરોને માતા પિતાઓ વાહનચલાવવા આપી દેતા હોય છે. બાળકના પ્રેમમાં વહીને તેઓ કાયદાને પણ ભૂલી જતા હોય છે કે સગીરાઓને વાહન ચલાવવા ન અપાય, ટૂ વ્હીલર પણ ન આપી શકાય પરંતુ ભાવનગરમાં એક સગીરને તેના વ્હાલીએ ફોર વ્હીલર્સ આપી દીધું. બર્થડે હતી અને ઉજવણી માટે વ્હાલીએ સગીરને સ્કોર્પિયો ગાડી આપી દીધી. 16 વર્ષીય સગીરે તથ્ય પટેલની જેમ ગાડી ચલાવી અને અકસ્માત સર્જ્યો હતો. 

A'bad Isckon Bridge Accident: તથ્યએ જણાવ્યું એ રાતનું સત્ય, કાર 100ની  સ્પીડની ઉપર હતી, tathya-patel-hit-and-run-case-tathya-patel -admitted-speed-of-car

સ્કોર્પિયો ગાડીથી અનેક વાહનોને લીધા અકફેટે, લોકો થયા ઈજાગ્રસ્ત 

આ અકસ્માત અમદાવાદ જેવો ભીષણ ન હતો. અમદાવાદમાં થયેલા અકસ્માતમાં 9થી 10 લોકોના મોત થયા હતા. ત્યારે ભાવનગરમાં પણ એક મોટી દુર્ઘટના થતા થતા બચી છે. 16 વર્ષીય સગીરે સ્કોર્પિયોથી અકસ્માત સર્જ્યો છે. રોંગ સાઈડમાં આ વાહન આવ્યું અને અનેક લોકોને તેમજ અનેક વાહનોને પોતાની અડફેટે લઈ લીધા. અમદાવાદમાં થયેલા અકસ્માત હજી લોકો ભૂલી નથી શક્યા ત્યારે વધુ એક અકસ્માત ભાવનગરમાં ગઈકાલે બન્યો હતો. સદનસીબે આ દુર્ઘટના ટળી છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર સગીરની પોલીસે ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સગીર ફરાર ન થઈ જાય તે માટે લોકોને તેને રોકી રાખ્યો હતો. પોલીસ ત્યાં આવી ત્યારે તેને પોલીસને હવાલે કરી દીધો હતો. 


પુત્ર પ્રેમમાં અંધ થઈ વાલીઓ આપી દેતા હોય છે સગીરોને વાહન! 

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર જે સગીરે અકસ્માત સર્જ્યો હતો તે સગીરનો જન્મદિવસ હતો. પોતાના મિત્રો સાથે તે જઈ રહ્યો હતો તે વખતે અકસ્માત સર્જ્યા. મહત્વનું છે કે અનેક વાલીઓ દેખાદેખીમાં પોતાના બાળકોને મોંઘીઘાટ ગાડીઓ આપી દેતા હોય છે. કાયદો પણ વાહન આપવાની ના પાડે છે ત્યારે વાલીઓ પુત્ર પ્રેમમાં આવી આવી મોટી ગાડીઓ આપી દેતા હોય છે જેને હેન્ડલ કરવી એટલી સરળ નથી હોતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈના જીવ નથી ગયા પરંતુ જો ગયા હોત તો જવાબદાર કોણ હોત? 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.