આનંદો... આનંદો.... આ રાજ્યની સરકાર કુંવારા લોકોને આપશે પેંશન! જાણો કેમ સરકારે લીધો આવો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-07-05 09:36:39

આપણે હંમેશા સાંભળ્યું હશે કે નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેંશન આપવામાં આવે છે. પરંતુ હવે તો કુંવારા લોકોને પણ પેંશન આપવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તમને લાગતું હશે આ યોજનાનો લાભ ગુજરાતીઓને મળવાનો છે તો તમે ખોટા છો. કુંવારાઓને પેંશન આપવાની જાહેરાત હરિયાણા  સરકાર દ્વારા કરવામાં આવી છે. હરિયાણા રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે આ પેન્શન યોજના શરૂ થશે.


હરિયાણા સરકાર કુંવારાઓને આપશે પેંશન! 

જો તમે કુંવારા હોવ તો સરકાર તમને આર્થિક સહાય આપશે. જો કે આપણા ગુજરાતમાં નહિ, આ નિર્ણય હરિયાણાની સરકારે કર્યો છે જ્યાં અપરિણીત લોકોને પેન્શન આપવામાં આવશે. હરિયાણા રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે આ પેન્શન યોજના શરૂ થશે. ઘટના એ બની કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરનાલ પાસેના એક ગામમાં જનસંવાદ કાર્યક્રમમાં લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. જેમાં તેમને એક 60 વર્ષના અપરિણીત વ્યક્તિએ પેન્શનને લઇને ફરિયાદ કરી હતી જેનો જવાબ આપતા મનોહર લાલ ખટ્ટરે કહ્યું- રાજ્યમાં સરકાર ટૂંક સમયમાં અવિવાહિત લોકો માટે એક પેન્શન યોજના શરુ કરવાનો પ્લાન બનાવી રહી છે. 


અનેક લોકોએ આ યોજનાને ચૂંટણીલક્ષી ગણાવી 

સરકાર એક મહિનાની અંદર આ યોજના પર નિર્ણય લેશે. કહેવાય છે કે, ભાજપ સરકારની આ યોજનાથી રાજ્યના લગભગ બે લાખ લોકોને તેનો લાભ મળશે. હરિયાણા સરકાર પહેલાથી જ રાજ્યના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, દિવ્યાંગો અને ટ્રાંસજેન્ડરોને પેન્શન આપતી રહી છે. જો કે અપરિણીત લોકોને પેન્શનની જાહેરાત એવાસમયે થઇ જ્યારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે. આથી કેટલાક લોકો આ  યોજનાને ચૂંટણીલક્ષી પગલું પણ ગણાવી રહ્યા છે. જો કે સરકારનું કહેવું છે કે પેન્શન ફક્ત તે જ અપરિણીતોને આપવામાં આવશે જેમની વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયાથી વધુ ન હોય. આ યોજનાનો લાભ અપરિણીત સ્ત્રી અને અપરિણીત પુરુષ બંનેને મળશે. અંદાજે દર મહિને 2750 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે. અપરિણીત ઉપરાંત વિધુર પુરુષોને પણ પેન્શન આપવા અંગે હરિયાણાની સરકાર વિચારી રહી છે 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.