જોશીમઠને બચાવવા સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન


  • Published By :
  • Published Date : 2023-01-09 14:37:57

જોશીમઠમાં ભૂસ્ખલન થવાને કારણે ઉત્તરાખંડના લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ધરતી ધસવાને કારણે અનેક લોકો પોતાનું ઘર ખોઈ રહ્યા છે. અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ઘરો, મંદિરો સહિતની જગ્યાઓ પર તિરાડ પડવાને કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂસ્ખલન વધવાને કારણે તંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લા પ્રશાસનની ટીમ લોકોને સુરક્ષિત સ્થળ પર મોકલી રહ્યા છે. 

Image

जोशीमठ में भू धंसाव

PM મોદીએ CM સાથે કરી હતી ફોન પર વાત 

ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે.અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. જોશીમઠમાં ભુસ્ખલનને કારણે અનેક લોકો પોતાના ઘર ખોઈ બેઠા છે. ત્યારે પ્રશાસન દ્વારા પણ આ મામલાને લઈ ગંભીરતા બતાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી ત્યાંની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. 

जोशीमठ में दरक रहा पहाड़

जोशीमठ भू-धंसाव


કેન્દ્ર સરકારની ટીમ લેશે સ્થળની મુલાકાત 

ઉત્તરાખંડ સરકારે જોશીમઠને આપદા પ્રભાવિત ક્ષેત્ર ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે. જોશીમઠની આસપાસ ચાલતા બાંધકામને ત્વરિત બંધ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પીએમઓએ રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં ત્યાંના લોકોને જલ્દી હટાવવા આદેશ કરવામાં આવ્યો હતો. લોકોને શિફ્ટ કરવા માટે  તજવીજ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર હજી સુધી 70 પરિવારોને ત્યાંથી શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત સરકારે હેલ્થચેક કેમ્પની પણ શરૂઆત કરી દીધી છે. કેન્દ્ર સરકારની બે ટીમો જોશીમઠની મુલાકાત લેવા જશે અને ત્યાંની હાલતની તપાસ કરશે.          



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.