દુનિયાભરના દેશો પર વધતો કોરોનાનો ખતરો!!!


  • Published By :
  • Published Date : 2023-01-03 09:45:39

વિશ્વમાં ફરી એક વખત કોરોના માથુ ઉંચકી રહ્યું છે. દુનિયાભરના દેશોમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા અઠવાડિયામાં દુનિયામાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો 30 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દેશોમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે.


ન્યુયર બાદ વધ્યા કોરોના કેસ

એક તરફ જ્યાં દુનિયાને લાગતું હતું કે કોરોના ધીરે ધીરે ઘટી રહ્યું છે ત્યારે કોરોનાએ ફરી એક વખત ઉથલો માર્યો છે. દુનિયાભરમાં કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે વિશ્વભરના દેશોમાં કોરોનાને કારણે ચિંતા વધી છે. ન્યુયરના સેલીબ્રેશન બાદ એકાએક કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.


10 લાખ જેટલા લોકો થયા કોરોના સંક્રમિત 

વર્લ્ડમીટર્સના રિપોર્ટના આધારે છેલ્લા સાત દિવસોમાં વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ધડખમ વધારો નોંધાયો છે. છેલ્લા અઠવાડિયામાં 30 લાખથી વધુ કેસ દુનિયાભરથી સામે આવ્યા છે. જ્યારે 10 હજાર જેટલા લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. જ્યારે 25 લાખ જેટલા લોકોએ કોરોનાને માત આપી છે. 


જાપાનમાં પણ વધ્યા કોરોના કેસ 

ચીનમાં તો કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે પરંતુ જાપાનમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. માત્ર જાપાનમાં છેલ્લા  અઠવાડિયામાં 10 લાખ કેસ નોંધાયા છે. એ સિવાય સાઉથ કોરિયામાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પણ કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે. અંદાજીત દોઢ લાખથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. કોરોના કેસ વધતા અનેક દેશોએ પ્રતિબંધો લગાવી દીધા છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .