હર ઘર તિરંગા અભિયાન બાદ ચલાવાશે હર ઘર ધ્યાન અભિયાન


  • Published By :
  • Published Date : 2022-11-26 09:07:01

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવામાં આવ્યું છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયે આર્ટ ઓફ લિવિંગ સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું છે જેને હર ઘર ધ્યાન અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કોઈ પણ સંસ્થા અથવા તો સોસાયટીમાં યોગનું આયોજન કરી શકે છે જેમાં આર્ટ ઓફ લિવિંગમાંથી પ્રશિક્ષિત લોકો આવશે અને ધ્યાનનું મહત્વ સમજાવશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન |  Morbi Mirror

15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે અભિયાન

આપણી હિંદુ સંસ્કૃતિમાં યોગને અને ધ્યાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પહેલાના જમાનામાં લોકો ધ્યાનનો સહારો લઈ પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખતા હતા. જ્યારે આજકાલના લોકો માનસિક સ્વાસ્થયને લઈ એકદમ લાપરવાહ થઈ ગયા છે. જેને કારણે જલ્દીથી લોકો ડિપ્રેશનના શિકાર થઈ જાય છે. વધતી ચિંતાની અસર સમાજ પર પણ દેખાય છે. ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ 2023 સુધી હર ઘર ધ્યાન અભિયાન ચલાવવામાં આવશે. 


આર્ટ ઓફ લિવિંગની સાથે મંત્રાલયે બનાવી છે યોજના  

સંસ્કૃતિ મંત્રાલયે શ્રી શ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઓફ લિવિંગ સાથે કોલાબરેશન કર્યું છે. જેને કારણે આ અભિયાન દેશભરમાં ચાલશે.આ અભિયાન અંતર્ગત કોઈ પણ સંસ્થા અથવા તો સોસાયટીમાં યોગનું આયોજન કરી શકે છે જેમાં આર્ટ ઓફ લિવિંગમાંથી પ્રશિક્ષિત લોકો આવશે અને ધ્યાનનું મહત્વ સમજાવશે. હર ઘર તિરંગા અભિયાનને મળેલા જનસમર્થનને જોઈને મંત્રાલયે આ અભિયાનની શરૂઆત કરી છે. મંત્રાલયનું માનવું છે કે આ અભિયાન ચલાવવાથી ડિપ્રેશનમાં જતા લોકો અટકી જશે અને માનસિક તણાવનો ઓછો અનુભવ કરશે. આ યોજનામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે.

 





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે