ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઉતરેલા MLAને થયો કડવો અનુભવ! પિચ પર બોલને મારવા ગયા અને પડી ગયા! જુઓ Video


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-30 17:08:30

નાનપણમાં આપણે જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે અનેક વખત રમતા રમતા પડી જતા હતા. બોલ પર શોટ મારવાનો વિચાર કર્યો હોય અને અચાનક આપણે દોડતા દોડતા પડી જઈએ તો? આ વાત એટલા માટે કહેવી છે કારણ કે થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઓડિશાના ધારાસભ્ય ક્રિકેટ રમતા રમતા પડી જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.  

ઉંધા માથે ધારાસભ્ય પડ્યા    

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયો જોઈને હસી રહ્યા છે તો ઘણા લોકો એ નેતા પર ટિપ્પણી કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ તમે પણ કહ્યું હશે કે જો ક્રિકેટ રમતા નથી આવડતું તો રમો શું કામ? કોઈ કહેશે કે ધારાસભ્ય ઉંધા માથે પડ્યા વગેરે વગેરે... પણ જે ધારાસભ્ય સાથે આ ઘટના બની તેમના વિશે થોડું જાણીએ... 


નેતાજીને પડેલા જોઈ કોઈ હસવા લાગ્યું તો કોઈક...

આ MLA બીજું કોઈ નથી પણ BJDના વરિષ્ઠ ધારાસભ્ય ભૂપિન્દર સિંહ છે. ભુપીન્દર સિંહ એક સ્થાનિક ટુર્નામેન્ટ મેચના ઉદ્ઘાટન માટે આવ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે બેટિંગમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું. બોલરે બોલ ફેંકતાની સાથે જ નેતાજીએ પોતાનું બેટ ફેરવ્યું અને આંખના પલકારામાં એ ઢબ થઈને પડી ગયા. નજીકમાં ઉભેલા લોકો અંદરોઅંદર હસવા લાગ્યા અને કેટલાક દોડીને તેમને ઉઠાવવા પહોંચ્યા.   


ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પહોંચ્યા હતા MLA  

આ ઘટના ઓરિસ્સાના કાલાહાંડી જિલ્લાના બેલખંડીમાં એક સ્પોર્ટ્સ ઈવેન્ટની છે. કાલાહાંડી જિલ્લાના નરલા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સિંહ ત્રણ દિવસ પહેલા મુખ્ય અતિથિ તરીકે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. આ સમય દરમિયાન, તે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પોતે પિચ પર ઉતાર્યા અને પછી જોવા જેવી થઈ ગઈ



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..