Pakistanથી સામે આવ્યા એવા સમાચાર જે હચમચાવી દે તેવા છે, ડોક્ટરોએ જ મહિલા પર આચર્યું દુષ્કર્મ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-04 11:38:48

મહિલા પર અત્યાચાર થતા હોવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે વિચારવા પર મજબૂર કરી દેતી હોય છે. ત્યારે એક દિલને કંપાવી દે તેવી ઘટના પાકિસ્તાનથી સામે આવી છે જેમાં ડોક્ટરે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. સારવાર માટે આવેલી મહિલાને ડોક્ટરે પોતાના હવસનો શિકાર બનાવ્યો છે. મહિલાને પહેલા ડોક્ટરે ડ્રગ્સ પીવડાવ્યું અને પછી તેની પર દુષ્કર્મ આચર્યું. મળતી માહિતી અનુસાર આ ઘટના સિંધ પ્રાંતના ટંકો મુહમ્મદ સિટીમાં આ ઘટના બની છે. આ મામલે ડોક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ પણ કરવામાં આવ્યો છે. 


સારવાર માટે આવેલી મહિલા પર ડોકટરોએ આચર્યું દુષ્કર્મ 

પુરૂષોના હવસનો શિકાર અનેક મહિલાઓ બનતી હોય છે. ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આપણને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે કે આપણે નવી પેઢીને શું સંસ્કાર આપી રહ્યા છે. સમાજને કઈ દિશા તરફ આગળ વધારી રહ્યા છીએ. પાકિસ્તાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડોક્ટરોએ સારવાર માટે આવેલી મહિલાને પોતાના હવસનો શિકાર બનાવી છે. એવી પણ માહિતી સામે આવી છે મહિલાનો સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. 


પોલીસને આ મામલે કરવામાં આવી જાણ 

આ માહિતી સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એવી પણ માહિતી સામે આવી છે જેમાં જે મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે હિંદુ છે અને જે ડોક્ટરે આ દુષ્કૃત્ય કર્યું છે તે મુસ્લીમ છે. ખાનગી હોસ્પિટલમાં કિડની સારવાર માટે આવેલી મહિલા પર ડોક્ટરોએ નજર બગાડી હતી. આ મામલે પોલીસને જાણ પણ કરવામાં આવી છે અને ત્વરીત પગલા લેવામાં આવશે તેવી વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.  


જો ડોક્ટર જ આવા દુષ્કૃત્યો કરે તો? 

આમાં હિંદુ મુસ્લીમની વાત નથી કરવી પરંતુ એ પ્રોફેશનની વાત કરવી છે જેની પર લોકો સૌથી વધારે ભરોસો રાખતા હોય છે. ડોક્ટરો જ્યારે હેવાન બનીને આવા દુષ્કર્મ આચરે ત્યારે? ડોક્ટરનું પ્રોફેશન એવું છે ધર્મ-નાતી બધાથી ઉપરથી છે. સારવાર માટે આવતા દર્દીને નાત જાત કે ધર્મ નથી પૂછવામાં આવતો. જેમ શાળામાં શિક્ષકો માટે બધા વિદ્યાર્થીઓ સરખા હોય છે તેમ હોસ્પિટલમાં આવતા દરેક દર્દી ડોક્ટર માટે એક સમાન હોય છે. જો ડોક્ટર જ દુષ્કર્મ આચરશે તો આ સમાજમાં કેવા દાખલા પ્રસ્થાપિત કરી રહ્યા છીએ તે એક પ્રશ્ન છે     



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.