Ahmedabadથી Dubai જઈ રહેલા પ્લેનનું Pakistanમાં કરાયું Emergency Landing, Karachiમાં આ કારણોસર કરાયું લેન્ડિંગ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-06 09:42:02

પાકિસ્તાનના કરાચીમાં અમદાવાદથી ઉપડેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદથી દુબઈ જવાની હતી ફ્લાઈટ પરંતુ એક મુસાફરની અચાનક તબિયત બગડી જેને કારણે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી અને કરાચીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીને કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો જેને કારણે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી. 

સુરતથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો આ સમાચાર |  Business News in Gujarati

(પ્રતિકાત્મક તસવીર)

27 વર્ષીય યુવાનને ફ્લાઈટમાં આવ્યો હાર્ટ એટેક!

અનેક વખત સમાચાર સામે આવ્યા છે જેમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે. ત્યારે કરાચીમાં સ્પાઈસ  જેટના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું કારણ કે ફ્લાઈટમાં મુસાફરી કરતા 27 વર્ષીય ધર્મેશ ધારવાલની અચાનક તબિયત બગડી. અમદાવાદથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાનના કરાચીમાં કરાવામાં આવ્યું.આ અંગે સિવિલ એવિયેશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જે મુસાફરની તબિતયત બગડી તે 27 વર્ષનો હતો. ધારવાલ ધર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો. ધર્મેશને સારવાર મળી રહે તે માટે કરાચીમાં ફ્લાઈટને ડાઈવર્ટ કરાયું. મળતી માહિતી અનુસાર સારવાર મળ્યા બાદ ધર્મેશની તબિયત સુધરી છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

(પ્રતિકાત્મક તસવીર)

ગુજરાતમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ!

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક ગમે ત્યારે આવી જાય છે. સાજો લાગતો માણસ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે કારણ કે તેને હાર્ટ એટેક આવ્યો હોય છે. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રતિદિન 8 જેટલા લોકોને હાર્ટ એટેક આવે છે. પહેલા કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે