ફ્રાન્સમાં રોકવામાં આવેલા વિમાનને અંતે ઉડાનની મળી મંજુરી, ભારતીય મુસાફરોને ડિપોર્ટ કરાયા


  • Published By :
  • Published Date : 2023-12-25 22:46:34

ફ્રાન્સમાં રોકવામાં આવેલા ભારતીય મુસાફરોથી ભરેલા વિમાનને અંતે ઉડવાની મંજરી આપવામાં આવી ગઈ છે. આ વિમાનને ફ્રેન્ચ અધિકારીઓએ માનવ તસ્કરીની શંકાના આધારે પેરિસ નજીક રોક્યું હતું. લાંબી પૂછપરછ પછી, એક ફ્રેન્ચ કોર્ટે રવિવારે કહ્યું કે વિમાન હવે આગળ ઉડવા માટે મુક્ત છે. ફ્રાન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતીય મુસાફરોને ભારત મોકલવામાં આવશે. જો કે, ભારતીય સત્તાવાળાઓ તરફથી હજુ સુધી આની પુષ્ટિ કરતું કોઈ નિવેદન આવ્યું નથી. આ વિમાન 303 મુસાફરો સાથે ત્રણ દિવસ સુધી ફ્રાન્સના એરપોર્ટ પર અટવાયું હતું, તેમાં સવાર મોટાભાગના મુસાફરો ભારતીય મૂળના છે.


માનવ તસ્કરીની શંકા બાદ કાર્યવાહી


લિજેન્ડ એરલાઇન્સનું એરબસ A340 એરક્રાફ્ટ શુક્રવારે ઇંધણ ભરવા માટે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. પ્લેન લેન્ડ થયા બાદ એરપોર્ટના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ પ્લેનનો કબજો મેળવી લીધો હતો અને તેને ટેક ઓફ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ફ્રેન્ચ એજન્સીને વિમાનમાંથી માનવ તસ્કરીની માહિતી મળી હતી. જે બાદ પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું.


બે દિવસ સુધી પૂછપરછ ચાલી


વિમાનને રોક્યા પછી, ફ્રેન્ચ સત્તાવાળાઓએ વેટ્રી એરપોર્ટના એક મોટા હોલમાં તમામ મુસાફરોની અટકાયત કરી હતી. પોલીસ અને અન્ય અધિકારીઓએ ઘણા મુસાફરો અને ક્રૂ સભ્યોની લાંબી પૂછપરછ કરી હતી. તમામ ક્રૂ મેમ્બરોની પૂછપરછ કર્યા બાદ તેમને રવિવારે ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્લેન રોકવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ એરલાઈન્સના વકીલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કંપનીના વકીલ લિલિયાના બકાયોકોએ માનવ તસ્કરીની કોઈપણ સંડોવણીને પાયાવિહોણી ગણાવી છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિની જાણકારી મેળવી હતી. ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેનો સ્ટાફ એરપોર્ટ પર હાજર રહ્યો હતો.


11 સગીર સાથે કોઈ નહીં


ફ્રાંસનું જે એરપોર્ટ પર આ ઘટના બની છે તે પેરિસથી 150 કિલોમીટર દૂર છે. સૂત્રોનું માનીએ તો વિમાનમાં સવાર 10 મુસાફરોએ અધિકારીઓ પાસે આશ્રય માંગ્યો હતો. જે બાદ ફ્રેન્ચ અધિકારીઓને માનવ તસ્કરીની શંકા ગઈ હતી. ફ્રાન્સના અધિકારીઓએ કહ્યું છે કે પ્લેનના મુસાફરોમાં 11 સગીર એવા છે જેમની સાથે કોઈ નથી. ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તેમને માનવ તસ્કરી સંબંધિત કોઈ પુરાવા મળ્યા છે કે નહીં.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે