શ્રદ્ધા જેવી ઘટનાને સોલ્વ કરવામાં પોલીસને મળી સફળતા, સાવકા પુત્રએ અને માતાની પોલીસે કરી ધરપકડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-28 15:34:37

એક તરફ શ્રદ્ધા મર્ડર કેસ હજી ઉકેલાયો નથી ત્યારે શ્રદ્ધા મર્ડર જેવો બીજો કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. શ્રદ્ધા મર્ડર કેસને લઈ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે 6 મહિનાથી ચાલતા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મા અન પુત્રએ મળીને પતિની હત્યા કરી નાખી હતી. અને કોઈને ખબર ન પડે તે માટે ફ્રિજમાં રાખેલી લાશના ટુકડાને અલગ અલગ જગ્યાઓ પર ફેંકી રહ્યા હતા.

મૃતદેહને ફીજમાં રાખતા હતા   

દિલ્હીના પાંડવ નગરમાં રેહલા માતા-પુત્રની ધરપકડ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે. મૃતકના શરીરને કાપી દીધા હતા અને ચૂપચાપ રીતે મેદાન તેમજ નાળામાં ફેંકી આવતા હતા. નાળામાંથી પોલીસને માણસના અંગો મળી આવ્યા હતા. અને આ કેસને સોલ્વ કરવા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં ખુલાસો થયો કે આ માનવીય અંગ અંજન દાસ નામના વ્યક્તિના છે. જે બાદ પોલીસે તેમના અંજન દાસના પત્ની અને પુત્રની ધરપકડ કરી લીધી છે. 


અનેક મહિલાઓ સાથે હતો સંબંધ - પત્નીનો દાવો 

માતા અને પુત્રના કહેવા પ્રમાણે અંજન દાસને અનેક મહિલાઓ સાથે અફેર હતા ઉપરાંત પોતાની પુત્રવધુ પર પણ ગંદી નજર રાખતો હતો, જેને કારણે દારૂમાં નશાની દવા ભેળવીને પીવડાઈ દીધી અને છરીથી શરીરના અનેક ટુકડા કર્યા હતા. પોલીસને 30 મેના રોજ માનવ અંગો મળ્યા હતા અને અંતે 6 મહિનાની તપાસ બાદ પોલીસને સફળતા મળી છે. 




ગુજરાતના રાણીપમાં પીએમ મોદી મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે લોકોને તેમને જોવાનો ઉત્સાહ હોય છે ત્યારે તે ઉત્સાહ આજે પણ લોકોમાં જોવા મળ્યો હતો..

ગુજરાતમાં આજે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. તાપમાનનો પારો આજે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે.

ગુજરાતની 25 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.. પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. વધારે મતદાન કરવા માટે તેમણે જનતાને અપીલ કરી છે.