વાવની પેટા ચૂંટણી માટે રાજકીય પાર્ટીએ કરી દીધી ઉમેદવાર શોધવાની શરૂઆત? જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-06-13 17:20:44

લોકસભા ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. પાંચેય વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના  ઉમેદવારની જીત થઈ. ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 થઈ ગયું છે. આવનાર 6 મહિનામાં ફરી એક વખત પેટા ચૂંટણી યોજાશે જેમાં વાવ માટે મતદાન થશે. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ અને આજે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારે વાવ વિધાનસભા બેઠક માટે કોણ ઉમેદવાર હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.  

વાવ વિધાનસભા બેઠક પર કોણ હશે ઉમેદવાર? 

વાવ વિધાનસભા પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપી દીધું છે. આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના રેખાબેન ચૌધરીની સામે લગભગ 30000 વોટોના માર્જીનથી જીતી ચુક્યા છે. વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોને લઈ ચર્ચા થઈ રહી છે. કઈ પાર્ટી કયા ઉમેદવારને ઉતારે છે તેની પર સૌ કોઈની નજર છે અને આ બધા વચ્ચે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત પેટા ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.. તે કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર હોઈ શકે છે. ના માત્ર કોંગ્રેસના ઉમેદવાર પર નજર છે પરંતુ ભાજપના ઉમેદવાર પર પણ નજર રહેલી છે. 


ગુલાબસિંહ રાજપૂતનું ચર્ચાઈ રહ્યું છે ઉમેદવાર તરીકે નામ

આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી છે તે છે બનાસકાંઠા લોકસભા બેઠક. આ બનાસકાંઠા લોકસભા બેઠક હવે ગેનીબેન ઠાકોરે જીતી લેતા તેમણે  ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી સમક્ષ વાવના MLA પદેથી રાજીનામુ આપી દીધું છે. તો હવે અહીં એ પ્રશ્ન થાય છે કે, વાવ વિધાનસભા પર પેટાચૂંટણી યોજાશે તો આમાં કોંગ્રેસમાંથી કોણ હશે સંભવિત ઉમેદવાર. તો સંભવિત ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતનું નામ ચર્ચાઈ રહ્યું છે . 



કેવી છે ગુલાબસિંહ રાજપૂતની રાજપૂતની રાજકીય સફર?

વાત કરીએ ગુલાબસિંહ રાજપૂતની તો તે થરાદના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે . તેઓ થરાદ બેઠક પરથી 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત્યા હતા. જોકે 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPના શંકર ચૌધરી સામે 26,000 વોટોના માર્જીનથી હારી ગયા હતા . 

અને હવે વાવ પરથી ગેનબેન ઠાકોરે રાજીનામુ આપતા , કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને પેટાચૂંટણીમાં ટિકીટ આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એવી પણ વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ ચૂંટણી નથી લડવાના... 


શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોરે હરાવ્યા છે... 

વાત કરીએ ગેનીબેન ઠાકોરની તો તેઓ ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીઓમાં જાયન્ટ કિલર બનીને ઉભર્યા હતા . ત્યારે તેમણે વાવના તે વખતના BJP ના MLA શંકર ચૌધરીને હરાવ્યા, આ પછી પણ 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ વાવ જીત્યા હતા. અને હવે આ 2024ના લોકસભાના સંગ્રામમાં કોંગ્રેસમાંથી એક માત્ર ગેનીબેને બાજી મારી છે .  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે