નવા વર્ષના પહેલા દિવસે એનિમલ ફિલ્મનું પોસ્ટર રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-01 14:33:06

નવા વર્ષના પ્રથમ દિવસે રણબીર કપૂરની આવનારી ફિલ્મ એનિમલનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. રણબીરના આ લૂકને જોઈ લોકો ચોંકી  ઉપરાંત ગભરાઈ ગયા છે. જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં તે લોહીથી લથપથ દેખાઈ રહ્યા છે. એક તરફ જ્યારે લોકો નવા વર્ષને આવકારવા તૈયાર હતા તે સમયે રણબીરે તેમના ફિલ્મનું પોસ્ટર બહાર પાડ્યું હતું. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે.

 

રણબીર કપૂરના લૂકને જોઈ લોકો આશ્ચર્ચ પામ્યા

ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર એક નવા લૂકમાં જોવા મળવાના છે. રણબીર કપૂરે પોતાની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું જેમાં તે એકદમ ડરાવાના દેખાઈ રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મનું નિર્દશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીરની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે. પોસ્ટરમાં અભિનેતા રણબીર કપૂરનો સાઈડ ફેસ જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં રણબીર લોહીથી લથપથ છે અને તેમના હાથમાં કુહાડી છે જેના પર પણ લોહી દેખાઈ રહ્યું છે. 


11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ 

રણબીર અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી લખ્યું કે એનિમલનો ફર્સ્ટ લૂક ઈસ આઉટ. હું ખૂબ ઉત્સાહિત છું તમે પણ જુઓ. આ ફિલ્મમાં રણવીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ પણ જોવા મળશે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થશે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે