સાચી પડી આગાહી! રાજ્યના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ, ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક પડ્યા કરા, જાણો ક્યાં પડ્યો વરસાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-13 18:02:23

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગામી થોડા દિવસ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી કરાઈ હતી અને આ આગાહી સાચી સાબિત થઈ રહી હતી.. રાજ્યના અનેક ભાગોના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. તે ઉપરાંત વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે..તે સિવાય ભાવનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે. મહીસાગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.  અમરેલીમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે. 

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત 

રાજ્યના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. ભર ઉનાળે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ ખાબકી પડ્યો છે. અનેક જગ્યાઓ તો એવી છે જ્યાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ થવાને કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.. જગતના તાતને કુદરતનો માર સહન કરવો પડી રહ્યો છે. બોટાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે...


આવતી કાલે કેવું રહેશે વાતાવરણ? 

મહત્વનું છે કે રાજ્યમાં કમોસમી વરસાદ અંગેની આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, મોરબી, બનાસકાંઠા, દાહોદ જિલ્લાના અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.   



16 તારીખ સુધી આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

15 મે માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ,મહીસાગર, દાહોદ, ગીરસોમનાથના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. તે ઉપરાંત 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..   



ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે..

લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..