નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઉજ્જૈન મહાકાલ મંદિરના કર્યા દર્શન! નેપાળથી લાવેલા રૂદ્રાક્ષ ભગવાનને કર્યા અર્પણ


  • Published By :
  • Published Date : 2023-06-02 17:14:02

નેપાળના વડાપ્રધાન પ્રચંડ ભારતના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદી સાથે બેઠક કરી હતી અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે બાદ નેપાળના પીએમએ ભારતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારે આજે નેપાળના વડાપ્રધાન મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા. ગર્ભગૃહમાં તેમણે પૂજા કરી હતી. પીએમની સાથે તેમની પુત્રી પણ હાજર હતા. શિવજીના ચરણોમાં નેપાલથી લાવેલા 100 રૂદ્રાક્ષ અર્પણ કર્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ હાજર રહ્યા હતા.


નેપાળના પીએમે કર્યા મહાકાલ મંદિરના દર્શન!  

ઉજ્જૈનના મહાકાલ મંદિરના દર્શન કરવા નેપાળના પીએમ પહોંચ્યા હતા. નેપાળના પીએમ પુષ્ક કમળ પ્રચંડ હાલ ભારતના પ્રવાસે છે. ગઈકાલે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે બેઠક કરી હતી. બેઠક પહેલા મહાત્મા ગાંધીને રાજઘાટ જઈ પુષ્પાંજલી અર્પણ કરી હતી. તે બાદ તેમણે રાષ્ટપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે આજે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલા મહાકાલ મંદિરના દર્શને ગયા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણએ તેમનું સ્વાગત કર્યું હતું. શિવરાજસિંહે કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ઐતિહાસિક છે. ક્યારેક એવું લાગે છે કે બે દેશો જ અલગ છે, પરંતુ સંસ્કૃતિ અને સભ્યતા એક જ સરખી છે.  


મંદિરમાં અપર્ણ કર્યા રૂદ્રાક્ષ!

3 જૂન સુધી પ્રચંડ ભારતની મુલાકાતે છે. પીએમ તરીકેની આ તેમની ચોથી મુલાકાત છે. ત્યારે આજે નેપાળના પીએમે ઉજ્જૈનની મુલાકાત લીધી હતી. મહાકાલ મંદિરમાં તેમણે પૂજા વિધી કરી હતી. મંદિરમાં પીએમે નેપાળથી લાવેલા 100 રૂદ્રાક્ષ અને 51 હજાર રોકડ અર્પણ કર્યા હતા. એવું માનવામાં  આવી રહ્યું છે કે પીએમે તેમની બિમાર પત્ની માટે પ્રાર્થના કરી હતી.                



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે