નાદારીને આરે આવેલી Go First એરલાઈન્સની વધી મુશ્કેલી! 9 મે સુધી ફ્લાઈટ્સને કરાઈ રદ્દ! યાત્રિઓને પૈસા પરત આપવા DGCAનો આદેશ!


  • Published By :
  • Published Date : 2023-05-04 17:55:05

Go First એરલાઈન્સ નાદારીને આરે આવી ગયું છે. આર્થિક સંકટ હોવાને કારણે પાંચમી તારીખ સુધી તમામ ફ્લાઈટને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે તમામ ફ્લાઈટને 9 મે સુધી રદ્દ કરવામાં આવી છે. ઉપરાંત 15 મે સુદી ટિકિટ બુકિંગ પર પણ રોક લગાવવામાં આવી છે. DGCAએ પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. ફ્લાઈટ કેન્સલ થયા બાદ પેસેન્જરોને પૈસા રિફન્ડ કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

 

9 મે સુધીની તમામ ફ્લાઈટને કરાઈ કેન્સલ!

ગો ફર્સ્ટ એરલાઈન્સની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. નાદારીના આરે આવેલી એરલાઈન્સની મુશ્કેલીનો અંત આવતો દેખાતો નથી. મળતી માહિતી અનુસાર એન્જિન સપ્લાયર દ્વારા એન્જિનની ડિલિવરી ન થવાને કારણે ફ્લાઈટ્સને 9 મે સુધી રદ્દ કરવામાં આવી છે. આની પહેલા કંપનીએ ત્રણ દિવસ માટે ફ્લાઈટને કેન્સલ કરી દીધી હતી. 

 


પેસેન્જરને પૈસા પરત કરવા DGCAનો આદેશ!     

એરલાઈન્સે એનસીએલટીમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી હતી. જેને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોનથી સંબંધિત કેસની સુનાવણી પેન્ડિંગ રાખવામાં આવી છે. ઉપરાંત આ મામલે ડીજીસીએ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફ્લાઈટ રદ્દ થયા બાદ પેસેન્જરોને પૈસા પરત આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. રિફન્ડ ઓરિજિનલ પેમેન્ટ મોડમાં કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. મતલબ કે જો પેમેન્ટ કાર્ડના માધ્યમથી કરવામાં આવ્યું હોય તો કાર્ડ સ્ટેટમેંટમાં રિફન્ડ કરવામાં આવે. જો નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યું હોય તો તે રીતે પેમેન્ટ કરવામાં આવે. નાદારી અંગે GoFirstની અરજી પર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLTએ સુનાવણી કરી હતી. એરલાઈને NCLT પાસેથી વચગાળાના મોરેટોરિયમની માંગ કરી હતી. પરંતુ NCLTએ અરજીની સુનાવણી દરમિયાન વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. 


એરલાઈન્સ છૂટા કરશે પોતાના કર્મચારીઓને!

મળતી માહિતી અનુસાર એરલાઈન્સે નાદારી જાહેર કરતા જ કંપનીએ લગભગ 5000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. કંપનીના સીઈઓ કૌશિક ખોનાએ ખાતરી આપી છે કે એરલાઈન આ સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે અને કર્મચારીઓને લઈ કંપની સંવેદનશીલ છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે