વરસાદે લીધું ઉગ્ર સ્વરૂપ! રસ્તાઓ પર વહી વરસાદી પાણીની નદી! જુઓ અલગ અલગ રાજ્યોથી આવેલા વરસાદના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-09 14:13:42

દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યો માટે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જેને કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. દિલ્હીમાં તો એટલો વરસાદ થઈ ગયો કે 41 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. એક જ દિવસમાં દિલ્હીમાં 153 મિમી વરસાદ વરસ્યો છે. આવો વરસાદ 1982માં વરસ્યો હતો.

  

દિલ્હીમાં તૂટ્યો અનેક વર્ષોનો રેકોર્ડ

ગુજરાતમાં તો મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે દેશના બીજા અનેક એવા રાજ્યો છે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વિનાશકારી સાબિત થયો છે. પહાડી વિસ્તારોમાં તેમજ મેદાનોમાં જળપ્રલય જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દેશના અનેક રાજ્યો છે જ્યાં મૂશળાધાર વરસાદ થવાથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર તો પાણી ભરાયા છે પરંતુ ઘરોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે. દિલ્હીમાં એટલો બદો વરરસાદ વરસ્યો કે અનેક વર્ષોના રેકોર્ડ એક જ દિવસમાં તૂટી ગયો છે. ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે. 

આ રાજ્યો માટે કરવામાં આવી છે વરસાદ માટે આગાહી 

ભારેથી અતિભારે વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણી રિતસર રસ્તાઓ પર સુસવાટા ભરી વહી રહ્યું છે. જો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અંગે વાત કરીએ તો આગામી પાંચ દિવસ અનેક રાજ્યો માટે ભારે છે.  પંજાબ, હરિયાણા અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ, કોંકણ-મલબાર કોસ્ટ, કેરળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, ગંગા-પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર, કેરળ, તમિલનાડુ માટે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.