દિલ્લીઃ શ્રદ્ધાની હત્યાના દિવસે ખર્ચ મામલે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે થયો હતો ઝઘડો


  • Published By :
  • Published Date : 2022-11-16 22:27:41

દિલ્લીમાં શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ખબર સામે આવી રહી છે કે 18 મે જ્યારે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી ત્યારે બંને વચ્ચે ઘર-સામાનના ખર્ચા મામલે ઝઘડો થયો હતો. રોજ ખર્ચો કોણ આપશે તે મામલે બંને વચ્ચે ઝઘડો વધ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો લાંબો ચાલ્યો અને અંતે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી. 

શ્રદ્ધાના ખાતામાંથી આફતાબે ઉઠાવ્યા હતા રૂપિયા

પોલીસના સૂત્રો મારફતે સમાચાર સામે આવી રહ્યા છે કે આફતાબે શ્રદ્ધાના ખાતામાંથી 55 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. પોલીસ તરફથી માહિતી મળી  છે કે આ જ પૈસાથી આફતાબે ફ્રિજ ખરીદ્યું હતું અને અન્ય વસ્તુઓ ખરીદી હતી. પોલીસને આફતાબના રસોડામાંથી પણ લોહીના ડાઘ મળ્યા હતા. પોલીસે ઘટનાનું રિક્રિયેશન કર્યું એટલે કે કેવી રીતે આફતાબે ઘટનાને અંજામ આપ્યો હતો તે જોયું ત્યારે ફોરેન્સિક તપાસ બાદ રસોડામાં લોહીના ડાઘા મળ્યા હતા. 


આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે પોલીસ 

આવતીકાલે આફતાબને દિલ્લી સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાં દિલ્લી  પોલીસ આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે. શ્રદ્ધાના શરીરના 13 ટુકડા મળ્યા હોવાના કારણે ડીએનએ ટેસ્ટ માટે તેમના પિતાની પોલીસને જરૂર પડશે આથી પોલીસ ડીએનએ ટેસ્ટ માટે શ્રદ્ધાના પિતાને દિલ્લી બોલાવી શકે છે. 


આફતાબ અને શ્રદ્ધા બંને દિલ્લીમાં લીવઈન રીલેશનશીપમાં રહેતા હતા. શ્રદ્ધા પિતાની મરજી વિરુદ્ધ આફતાબ સાથે લીવઈનમાં રહેવા આવી હતી. ઘરના ઝઘડામાં 18 મેના રોજ 28 વર્ષના આફતાબે 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબે શ્રદ્ધાના શરીરને ઠેકાણે લગાડવા માટે તેના 37 ટુકડા કર્યા હતા. આ ટુકડા રાખવા માટે આફતાબે ફ્રીઝ પણ લીધુ હતું. રાત્રે બે વાગ્યે તે જંગલમાં શ્રદ્ધાના શરીરના ટુકડા નાખવા માટે જતો હતો.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે