૧૭ કલાક બાદ સુનિતા વિલિયમ્સ હશે ધરતી પર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-18 16:23:39

ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સ વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . તેમની ધરતી પર પાછા ફરવાની ૧૭ કલાક લાંબી યાત્રાનો ભારતીય સમય પ્રમાણે સવારે ૧૦:૩૦ વાગ્યે પ્રારંભ થઇ ચુક્યો છે . તેમની સાથે અવકાશયાત્રી બુચ વિલમોર પણ પાછા ફરશે. સુનિતા વિલિયમ અને બુચ વિલમોરને પાછા લાવવા ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા ડ્રેગન નામનું યાન મોકલવામાં આવ્યું છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ છેલ્લા ૯ મહિનાથી ISS એટલેકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે . તેમની ધરતી પર પાછા ફરવાની યાત્રાનો આરંભ હવે થઇ ચુક્યો છે . આ માટેનું ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સનું અવકાશયાન ડ્રેગન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ચૂક્યું છે . ભારતીય સમય પ્રમાણે આજે સવારે ૧૦:૩૫ વાગ્યે તેઓ ડ્રેગનમાં બેસી ચુક્યા છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ભારતીય સમય પ્રમાણે બુધવારની વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના દરિયાકાંઠે ગલ્ફ ઓફ મેક્સિકોમાં સ્પેસએક્સનું ડ્રેગન જહાજ લેન્ડ થશે . બેઉ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર જૂન ૨૦૨૪થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા .તેઓ બોઇંગના સ્ટારલાઈનરની મદદથી ISS પહોંચ્યા હતા .  તેમને પાછા લાવવાના અગાઉ મિશન ફેલ થયા હતા . તેઓ જૂન ૨૦૨૪માં માત્ર આઠ દિવસ માટે ISS ગયા હતા . પરંતુ આ પછી તેમની અવકાશ યાત્રા ૯ મહિના જેટલી લાંબી ખેંચાઈ ગઈ. 

Sunita Williams Homecoming Live Updates: Stranded Astronaut's Return  Journey Begins

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કુલ ૨૮૬ દિવસ  વિતાવેલા છે . આ ISS માં રહીને તેમણે પૃથ્વીની ૪૫૦૦ ભ્રમણ કક્ષા પુરી કરી છે . જેવા જ તેઓ પૃથ્વી પર પાછા ફરશે કે તરત જ તેમનો ૪૫ દિવસ લાંબો નાસાનો પોસ્ટ રિહેબિલિટેશન નામનો કાર્યક્રમ શરુ થશે . આ કાર્યક્રમ અંતર્ગત સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને સ્પેસ યાત્રા દરમ્યાન જે પણ શારીરિક ક્ષતિ પહોંચી હશે તેનાથી દૂર થશે. વાત કરીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની તો તે ધરતીની સપાટીથી ૪૦૦ કિમી ઉપરની નીચલી ભ્રમણકક્ષામાં ફરે છે.  તેનું નિર્માણ પાંચ સ્પેસ એજન્સીઓ NASA કે જે અમેરિકાની છે , રોસકોસમોસ રશિયા , જાક્ષા જાપાન , ઇએસએ યુરૉપ , સીએસએ કેનેડા દ્વારા થયું છે . તેને ૨૦ નવેમ્બર , ૧૯૯૮માં લોન્ચ કરવામાં આવ્યું હતું . અવકાશયાત્રીઓ ISSમાં ઝીરો ગ્રેવીટીમાં પ્રયોગો પણ કરતા રહે છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર એકલા એવા અવકાશયાત્રી નથી જે આટલા લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા હતા  . ફ્રેન્ક રુબીઓ કે જેઓ ૨૦૨૨માં ISS પર પહોંચ્યા હતા તેઓ કુલ ૩૭૧ દિવસ પછી ઓક્ટોબર ૨૦૨૩માં પાછા ફર્યા હતા . જો આપણું શરીર લાંબા સમય સુધી અવકાશમાં રહે તો , આપણા હાડકા અને સ્નાયુઓમાં પોલાણ વધતું જાય છે . અવકાશયાત્રી જયારે પૃથ્વી પર પાછા ફરે ત્યારે , આ હાડકામાં અને સ્નાયુમાં પોલાણ ઘટતા ૪ વર્ષ જેવો સમય લાગી જાય છે . જોકે આ સમસ્યાના સમાધાન રૂપે અવકાશયાત્રીઓએ  રોજ બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઈઝ  કરવી પડે છે . ઝીરો ગ્રેવિટીથી અવકાશયાત્રીઓનું વજન પણ ઘટે છે અને દ્રષ્ટિમાં પણ ખામી સર્જાય છે .



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.