જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ઘૂષણખોરી કરી રહેલા આતંકવાદીઓનો બોલાવ્યો સપાટો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-23 12:54:04

ફરી એક વખત જમ્મુ કાશ્મીરથી આતંકવાદીઓ ઠાર મરાયા હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. સુરક્ષાબળો તેમજ આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગની ઘટના ફરી એક વખત બની છે. કૂપવારામાં ઘૂસણખોરીનો પ્રયાસ આતંકવાદીઓ કરી રહ્યા હતા તે પહેલા જ જવાનોએ તેમનું એન્કાઉન્ટર કરી દીધું હતું. આ વખતે કરાયેલી કાર્યવાહીમાં ચાર જેટલા આતંકવાદીઓ મારી પડાયા છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એક સપ્તાહની અંદર 9 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.

     

ચાર આતંકવાદીને મારી પડાયા   

સુરક્ષા બળો દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરાયા હોવાની ઘટના ફરી એક વખત બની છે. આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારે સુરક્ષાબળોએ ચાર આંતકવાદીઓને મારી પાડ્યા છે. મહત્વનું છે કે 16 જૂનના રોજ પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમાં સુરક્ષાબળોને સફળતા મળી હતી. તે વખતે પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.  



થોડા દિવસો પહેલા પણ થઈ હતી કાર્યવાહી

16 જૂને જે એન્કાઉન્ટરની ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તે સમયે સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળો પરથી હથિયારો પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે સુરક્ષા બળો દ્વારા વધુ ચાર આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. 



સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.