વિરાટ અને ગંભીર વચ્ચે થયેલી બોલાચાલી પાછળની કહાની! જાણો શું થયું હતું ક્રિકેટ ગ્રાઉન્ડ પર જેને લઈ ખેલાડીઓને ફટકારાયો દંડ!


  • Published By :
  • Published Date : 2023-05-02 11:56:15

દરેક જગ્યા પર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલા ઝઘડાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ બંનેના ઝઘડામાં નવીન ઉલ હકની પણ એન્ટ્રી થઈ છે. રોયલ ચેલેન્જર્સ અને લખનઉ સુપરજાયન્ટ વચ્ચે મેચ ચાલી રહી હતી તે દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ હતી. મેચ દરમિયાન તો બંને વચ્ચે ચાલતી ટસલને આપણે શું જોઈએ પરંતુ મેચ પૂર્ણ થયા બાદ પણ બંને વચ્ચે હાથ મિલાવાને લઈ ઝપાઝપી થઈ હતી. 

Virat Kohli vs Gautam Gambhir Fight: આખરે એવું તે શું થયું કે વિરાટ-ગંભીર  મેદાન પર ઝઘડી પડ્યા, આ અફઘાન ખેલાડી કોણ? જેની વિવાદમાં થઈ એન્ટ્રી!

નવીન અને વિરાટ વચ્ચે થઈ હતી બોલાચાલી!

આ મેચમાં થયેલી બબાલના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં માનવામાં આવી રહ્યું હતું કે બબાલ 17 ઓવર આસપાસ શરૂ થઈ હતી. લખનઉની ટીમે 48 રન કરવાના હતા ત્રણ ઓવરમાં. ક્રિઝ પર અમિત મિશ્રા સાથે નવીન ઉલ હક હતા. આ દરમિયાન નવીન અને વિરાટ કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી. નવીન વિરાટ પાસે આવ્યા, કંઈક કહ્યું અને પછી પાછા જતા રહ્યા. આ બન્યું જેને લઈ અમિત મિશ્રા વચ્ચે પડ્યા. અને પછી ફરી એક વખત નવીન વિરાટને જોઈને કંઈક બોલવા લાગ્યા.આ ઘટના બની જે બાદ વિરાટે એમ્પાયર સાથે વાત કરી.  

Virat Kohli crosses all limits, fights with Naveen-ul-Haq, Gautam Gambhir  and Amit Mishra - Crictoday

મામલો શાંત કરવા વિરાટ અને નવીન વચ્ચે પડ્યા અમિત મિશ્રા!   

આ બાદ એમ્પાયરની સાથે વાતચીત દરમિયાન કોહલીએ પોતાનો પગ ઉપાડ્યો અને બૂટના સોલમાંથી કંઈક કાઢ્યું અને એ વસ્તુ નવીનને બતાવી કંઈક ઈશારો કર્યો હતો. એમ્પાયરે અને મિશ્રાએ વિરાટને રોક્યા અને કંઈક બોલીને આગળ નીકળી ગયા. બોલતા બોલતા વિરાટ પોતાની ફિલ્ડીંગ પોઝિશન પર આવી ગયા અને તે બાદ તે ફરી પાછા આવ્યા. અમિત મિશ્રા તેમજ એમ્પાયર સાથે વાત કરી અને જાણે નવીનની કમ્પ્લેન કરતા હોય તેવી તેમની બોડિલેન્ગવેજ હતી. 


મેચ પત્યા બાદ વધ્યો નવીન અને વિરાટ વચ્ચેનો ઝઘડો!

મેચ પૂરી થઈ પરંતુ વાત મેચ પત્યા પછી વધારે બગડી. આરસીબી મેચને જીતી ગઈ હતી. મેચ બાદ જ્યારે કોહલી અને નવીને ઓપચારિક રીતે હાથ મિલાવ્યો ત્યારે આ મામલો વધારે ગંભીર થઈ ગયો હતો. નવીન સાથે હાથ મિલાવ્યા બાદ નવીને કોહલીના હાથને ઝટકી દીધો. અને કંઈક કહ્યું. તે બાદ ગંભીર સાથે તેમની બહેસ થઈ ગઈ હતી. આ ઝઘડા બાદ કોહલી અને કે.એલ.રાહુલ વાતો કરતા હતા. ત્યારે નવીન ત્યાંથી પસાર થયો અને રાહુલે નવીનને ત્યાં રોકી દીધો. નવીને પાછા આવવાનો ઈન્કાર કર્યો.

What Prompted Clash Between Virat Kohli and Gautam Gambhir? The Story  Behind Post-Match Storm | Cricket News

અફરીદી સાથે પણ થઈ હતી નવીનની બોલાચાલી!

નવીન ઉલ હક હમેશાં ચર્ચામાં રહ્યા છે. વિરાટ કોહલી સાથે થયેલા વિવાદ પહેલા અફઘાનિસ્તાનના બોલર નવીને અને પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અફરીદી સાથે પણ થઈ હતી. બંને વચ્ચે થયેલા ઝઘડાની વાત છે 2020ની. શ્રીલંકા પ્રિમિયર લીક ચાલી રહી હતી. 18મી ઓવર દરમિયાન આમિર બેટિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન નવીનની બોલ પર 4 મારી દીધી હતી. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અફરીદી અને નવીન વચ્ચે બોલાચાલી થઈ હતી. અફરીદી ગુસ્સામાં નવીનને કંઈક બોલી રહ્યા હતા. ત્યારે નવીનની ફરી એક વખત બોલાચાલી થઈ છે.

     


ઝઘડાને કારણે લેવાયો નિર્ણય!

વિવાદ વધતા ખેલાડી વિરૂદ્ધ પગલા લેવામાં આવ્યા છે. દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટને તોડવા બદલ 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવવામાં  આવ્યા છે જ્યારે નવીન ઉલની મેચની ફીના 50 ટકા કાપવામાં આવ્યા છે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.