સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને આપ્યા વચગાળાના જામીન, લખીમપુર ખેરી કેસમાં થઈ હતી સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-01-25 16:45:51

સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને રાહત આપી છે. લખીમપુર ઘટનાના આરોપી આશિષ મિશ્રાને આઠ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. જો આશિષ મિશ્રા શરતોનું ઉલ્લંઘન કરશે તો કોર્ટ તેમની જમાનત રદ્દ કરી શકે છે.  આ મામલા પર આગામી સુનાવણી 4 માર્ચના રોજ કરવામાં આવશે. ઉપરાંત કોર્ટે હત્યાના આરોપી 4 કિસાનોને પણ જામીન આપવાના આદેશ આપ્યા છે. 

લખીમપુર ખીરી હિંસા કેસ: આશિષ મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી જામીન અરજી |  lakhimpur kheri case ashish mishra files bail plea in supreme court

નાયબ મુખ્યમંત્રી લેવાના હતા મુલાકાત 

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.  તે દરમિયાન ખેડૂતો પર ગાડી ચઢાવવામાં આવી હતી. આ ઘટનાનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અને ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબર 2021ના રોજ આ ઘટના સર્જાઈ હતી. વિરોધ પ્રદર્શન ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આ વિસ્તારની મુલાકાત લેવાના હતા. 


શરતોને આધીન મળી જામીન 

અલ્હાબાદ હાઈકોર્ટે લખનઉ બેંચે ગયા વર્ષે 26 જાન્યુઆરીના રોજ આશિષ મિશ્રાની અરજીને ફગાવી દીધી હતી. આશિષ મિશ્રાએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને અનિશ્ચિત સમય માટે જેલમાં ન રાખવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયા સુધી આશિષ મિશ્રાને શરતોને આધીન જામીન આપી છે. જામીન મળ્યા બાદ એક સપ્તાહ બાદ આશિષ મિશ્રાને ઉત્તરપ્રદેશ છોડવાનું રહેશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે