Hrithik Roshan, Deepika Padukoneની ફિલ્મ Fighterનું ટીઝર રિલીઝ થયું, આ તારીખે રિલીઝ થવાની છે ફિલ્મ, જુઓ ટિઝર


  • Published By :
  • Published Date : 2023-12-08 16:31:49

પઠાણ ફિલ્મે ધૂમ કમાણી કરી. શાહરૂખ ખાનની ફિલ્મે બોક્સ ઓફિસમાં તહેલકો મચાવી દીધો હતો. ઘણા સમય સુધી ફિલ્મની કમાણીને લઈ, ફિલ્મને લઈ ચર્ચા કરવામાં આવી. ત્યારે પઠાણ ફિલ્મના ડાયરેક્ટરની બીજી ફિલ્મ આવી રહી છે જેમાં ઋતિક રોશન છે, દીપિકા પાદુકેણ છે, અનિલ કપૂર છે. એ ફિલ્મનું નામ છે ફાઈટર. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ગણતંત્ર દિવસ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મમાં પણ પાકિસ્તાનને દુશ્મન તરીકે દર્શાવવામાં આવ્યો છે! એક મિનીટ 13 સેકેન્ડના વીડિયોમાં તમામ કોશિશ કરવામાં આવી રહી છે કે લોકો આ ફિલ્મથી આકર્ષાય. 

આ ફિલ્મને હિટ કરવા માટે અલગ અલગ ફોર્મ્યુલાનો કરાયો છે ઉપયોગ

ગણતંત્ર દિવસ પર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટર આવી રહી છે. આ ફિલ્મમાં અમુક ફાઈટર પ્લેનના પાઈલટની કહાણી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં ઋતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર છે. આ ફિલ્મને હિટ બનાવવા માટે અનેક ફોર્મુલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઋતિક રોશનનો ડાન્સ છે, દેશભક્તિ છે. દીપિકા અને ઋતિક રોશનનો ઈન્ટિમેટ સીન પણ છે. આ ફિલ્મમાં પણ પાકિસ્તાનને દુશ્મન તરીકે દર્શાવવામાં આવ્યો છે. ખુલ્લીને ભલે પાકિસ્તાન અંગે વાત નથી કરવામાં આવી પરંતુ ટીઝરમાં એક એવો સિન છે જેમાં આવું દર્શાવવામાં આવ્યું છે. 

FIGHTER Official Trailer | Hrithik Roshan | Deepika Padukone | Anil Kapoor  | Fighter movie trailer - YouTube

25 જાન્યુઆરીના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

સિનેમાં ઘરોમાં આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ આવવાની છે. રજા હોવાને કારણે દર્શકો ફિલ્મ જોવાનું પસંદ કરતા હોય છે જેની સીધી અસર ફિલ્મની કમાણી પર પડે છે. પઠાણ ફિલ્મ પણ રજાઓના દિવસે રિલીઝ થઈ હતી. ફાઈટર ફિલ્મ જ્યારે રિલીઝ થવાની છે ત્યારે પણ લોન્ગ વિકએન્ડ છે. અનેક દિવસોની રજા છે જેને કારણે ફિલ્મની કમાણી સારી થશે તેવી આશા સાથે સિદ્ધાર્થ આનંદ માને છે. ત્યારે આ ફિલ્મ બોક્સઓફિસ પર ધૂમ મચાવે છે તે જાન્યુઆરી મહિનામાં ખબર પડશે. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .