કંગના રણાવતની બહુ ચર્ચિત ફિલ્મ ઈમરજન્સીનું બહાર પડ્યું ટીઝર, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ, જુઓ ટીઝર


  • Published By :
  • Published Date : 2023-06-24 18:36:22

થોડા સમયથી પોતાની ફિલ્મ ઈમરજન્સીને લઈ કંગના રણાવત ચર્ચામાં છે. આ ફિલ્મમાં કંગના રણાવત દેશની પ્રથમ મહિલા વડાપ્રધાનનો રોલ નિભાવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મમાં વર્ષ 1975માં લાગૂ કરવામાં આવેલી ઈમરજન્સીને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં કંગનાની સાથે અનુપમ ખેર પણ જોવા મળવાના છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદો શરૂ થઈ ગયા હતા. ત્યારે આજે ફિલ્મનું ટીઝર ફિલ્મ મેકર્સે રિલીઝ કર્યું છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

  

24 નવેમ્બરના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ

કંગના રણાવત હમેશાં પોતાના નિવેદનનોને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા ફિલ્મ ઈમરજન્સીને લઈ તે ચર્ચામાં આવ્યા હતા. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના શાસન કાળમાં લગાવવામાં આવેલા ઈમરજન્સી પર આધારીત છે. આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર કંગના રણાવત ભજવી રહ્યા છે. આજે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક સહિતના કલાકારો જોવા મળશે. ટીઝર આજે રિલીઝ થયું છે. કેપ્શનમાં લખવામાં આવ્યું કે રક્ષક કે તાનાશાહ? આપણા ઈતિહાસના સૌથી અંધકારમય સમયગાળાના સાક્ષી બનો જ્યારે આપણા રાષ્ટ્રના નેતાએ તેના લોકો સામે યુદ્ધની ઘોષણા કરી, 24 નવેમ્બરે વિશ્વભરમાં ઈમરજન્સી રિલીઝ થશે.                


અનુપમ ખેરના સીનથી થાય છે ટીઝરની શરૂઆત

ટીઝરની શરૂઆત જ બ્લેક એન્ડ વ્હાઈટ સ્કીનથી થાય છે જેમાં અનુપમ ખેર સળીયા પાછળ જોવા મળે છે. સ્કીન પર લખાયું છે 25 જૂન 1975. સ્ક્રીન પર લખવામાં આવ્યું છે કે વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. તે પછી બ્રેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે જેમાં કહેવાય છે આ સરકારનો નિયમ નથી, અહંકારનો નિયમ છે. આ આપણનું મૃત્યુ નથી, આ દેશનું મૃત્યુ છે. મહત્વનું છે કે આ ફિલ્મ 24 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે