કપિલ શર્માની નવી ફિલ્મ Zwigatoનું ટ્રેલર થયું રિલિઝ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 18:19:02

ધી કપિલ શર્મા શોથી બધાના દિલમાં પોતાની જગ્યા બનાવનાર કપિલ શર્મા હવે ફિલ્મી પડદે વધુ એક ફિલ્મમાં જોવા મળવાના છે. કપિલની આવનારી ફિલ્મ ઝવીગાટોનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં કપિલ શર્મા એક ડિલિવરી બોયના રોલમાં નજરે પડી રહ્યા છે. કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની આવનારી ફિલ્મનું ટ્રેલર રિલિઝ કર્યું છે.

Zwigato First Look: नंदिता दास न‍िर्देश‍ित कपिल शर्मा की फिल्‍म सीधे पहुंची  TIFF, Video कर रहा है इंप्रैस - kapil sharma unveils poster of new film  zwigato first look plays a man

મધ્યમ વર્ગ પર આધારિત છે કપિલની ફિલ્મ

કપિલ શર્માની આ ફિલ્મ સામાન્ય પરિવારની વાર્તાની વાતથી પ્રેરિત છે. આ ફિલ્મમાં કપિલ બે બાળકોના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં કપિલ શર્મા એકદમ ગંભીર પાત્ર નિભાવતા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના કામ પ્રત્યે નિષ્ઠા રાખી, 100 ટકા કામ આપવા છતાં તે માત્ર નિરાશાને ભેટે છે. આ ફિલ્મમાં કપિલ શર્માની પત્નીનું પાત્ર શહાના ગોસ્વામી ભજવી રહ્યા છે. આર્થિક સ્થિતિને મજબૂત ન હોવાને કારણે શહાના ગોસ્વામી ઘરની બહાર કામ કરવા નિકળે છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે