Vice Presidentના આ નિવેદન પર છેડાયો વિવાદ, Gandhiji સાથે કરી PM Modiની તુલના, Sanjay Rautએ કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-28 14:38:12

દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના એક નિવેદનને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિએ કથિત રીતે મહાત્મા ગાંધી તેમજ નરેન્દ્ર મોદીની તુલના કરી હતી. નિવેદન આપતા ધનખરે કહ્યું કે હું તમને કહેવા માગું છું કે છેલ્લી સદીના મહાપુરૂષ મહાત્મા ગાંધી હતા જ્યારે આ સદીના યુગપુરૂષ નરેન્દ્ર મોદી છે! આ નિવેદન સામે આવ્યા બાદ રાજકીય પાર્ટીઓ આક્રામક દેખાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિના નિવેદનની ટિકા થઈ રહી છે. 

ઉપરાષ્ટ્રપતિ ધનખડે પીએમ મોદીને કહ્યા યુગપુરૂષ  

સોમવારે મહારાષ્ટ્રના મુંબઈમાં ઓપેરા હાઉસ ખાતે એક ક્રાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે એક નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ અને અહિંસા દ્વારા આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. પોતાના નિવેદનમાં ધનખડેએ કહ્યું કે હું તમને કહેવા માગું છું કે છેલ્લી સદીના મહાપુરૂષ મહાત્મા ગાંધી હતા જ્યારે આ સદીના યુગપુરૂષ નરેન્દ્ર મોદી છે! ભારતના ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો ક્લીપ શેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાથી આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ અમને પ્રગતિના પંથે આગળ લઈ ગયા, જે અમે હંમેશા જોવા માંગતા હતા. મહત્વનું છે કે આ નિવેદન આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે અને તેમની ટીકાઓ થઈ રહી છે. 

સંજય રાઉતે આ પ્રતિક્રિયા આપતા કહ્યું કે...

આ નિવેદન સામે આવ્યા બાદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. સંજય રાઉતે કહ્યું કે "2024 પછી, તમારા શબ્દોને વળગી રહો. અમે નક્કી નથી કરતા કે કોણ 'પુરુષ', 'મહાપુરુષ' કે 'યુગપુરુષ', ઇતિહાસ, સદીઓ અને સમગ્ર વિશ્વના લોકો તે નક્કી કરે છે. મહાત્મા ગાંધી સમગ્ર વિશ્વ દ્વારા આદરણીય હતા. જો સરકારમાં બેઠેલા લોકો પણ 'પુરુષ' હોત તો જમ્મુ-કાશ્મીરમાં દરરોજ આપણા જવાનો મૃત્યુ પામ્યા ન હોત, ચીન લદ્દાખમાં ઘૂસ્યું ન હોત..."


અલગ અલગ નેતાઓએ આ મામલે આપી પ્રતિક્રિયા

તે ઉપરાંત કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે પણ આ નિવેદનની ટીકા કરી છે.  તેમણે કહ્યું કે સાહેબ, જો તમે મહાત્મા ગાંધી સાથે સરખામણી કરો છો તો તે શરમજનક છે. તે ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘છેલ્લી સદીના મહાન માણસ મહાત્મા ગાંધી હતા, આ સદીના મહાન માણસ નરેન્દ્ર મોદી છે! હું ઉપરાષ્ટ્રપતિને પૂછવા માંગુ છું કે વડાપ્રધાનના પક્ષના સાંસદને ચોક્કસ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને સંસદમાં કયા નવા યુગની શરૂઆત થઈ છે.



ગુજરાતના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... એપ્રિલ મહિનામાં ભારે તાપ સહન કરવો પડ્યો હતો અને મે મહિનામાં ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...

વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. જ રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો..

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.