7 ડિસેમ્બરથી સંસદમાં શરૂ થશે શિયાળુ સત્ર, સોનિયા અને રાહુલ સંસદની કામગીરીમાં નહીં કરે દખલઅંદાજી


  • Published By :
  • Published Date : 2022-11-28 16:18:51

7 ડિસેમ્બરથી સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થવાની છે. પરંતુ મળતી માહિતી મુજબ આ સત્રમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભાગ નથી લેવાના. કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. પહેલી વખત એવું થશે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સદનની દૈનિક બેઠકોમાં ભાગ નહીં લે. આ શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે અને આ સત્રમાં 17 બેઠકો હશે. 

કોંગ્રેસ અધ્યક્ષને લઈને અસમંજસ, આજે અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળશે -  Hum-Dekhenge કોંગ્રેસ અધ્યક્ષને લઈને અસમંજસ, આજે અશોક ગેહલોત સોનિયા ...

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખત સંસદમાં કોંગ્રેસ નવી રણનીતિ અને વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવાની છે. સંસદમાં કોંગ્રેસનું પ્રતિનિધત્વ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંભાળવાના છે. તેમની સાથે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ભાગ લેવાના છે. રાહુલ ગાંધી ઉપરાંત દિગ્વિજય સિંહ તેમજ અને દિગ્ગજ નેતાઓ આ સત્રમાં ઉપસ્થિત નથી રહેવાના. તેમના આ નિર્ણયથી લોકસભામાં કોંગ્રેસની જવાબદારી અધીર ચૌધરી પર તેમજ મનીષ તિવારી પર આવી ગઈ છે.           




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે