Tiger-3ને જોવા ફેન્સમાં જબરો ક્રેઝ, રિલીઝ થતાની સાથે જ ફિલ્મે કરી આટલા કરોડની કમાણી, જાણો


  • Published By :
  • Published Date : 2023-11-13 13:28:28

સલમાન ખાન અને કેટરિના કેફની ફિલ્મ ટાઈગર-3ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ-ઓફિસમાં ધૂમ કમાણી કરી રહી છે. અને આવનાર દિવસોમાં અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. એક આંકડા અનુસાર રિલીઝના પ્રથમ દિવસે જ 44.50 કરોડની કમાણી કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. તહેવાર હોવા છતાંય ફિલ્મને જોવા માટે તેમના ફેન્સ સિનેમાઘરોમાં પહોંચ્યા હતા. લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફિલ્મ જોયા બાદ સલમાન ખાનના ફેન્સમાં એટલી ખુશી જોવા મળી હતી કે થિયેટરની અંદર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. 

First Look Poster Of Tiger 3 Released Salman-Katrina Will Be Seen In Action  Avatar Know When The Film Will Be Released | Tiger 3 First Poster Out: ટાઈગર-3નું  ફર્સ્ટ લુક પોસ્ટર થયું

12 નવેમ્બરે સિનેમાંઘરોમાં રિલીઝ થઈ હતી ટાઈગર-3

દિવાળીના દિવસે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3 રિલીઝ થઈ ચૂકી છે. ભલે દિવાળીના તહેવાર દરમિયાન ફિલ્મ આવી છે પરંતુ જનતા ફિલ્મને જોવા સિનેમાઘરોમાં પહોંચી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ લોકોમાં ફિલ્મને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ અનેક ફિલ્મના રેકોર્ડ તોડી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્વિટર પર ટાઈગર-3 ટ્રેન્ડ થઈ રહ્યું છે. ફિલ્મને જોયા બાદ લોકો પોતાના અભિપ્રાય પણ આપી રહ્યા છે. કોઈને ફિલ્મમાં એક્શન ગમી રહ્યું છે તો કોઈને સલમાન ખાન પસંદ આવી રહ્યા છે.     


ટાઈગર-3એ દિવાળીના દિવસે સારૂં પ્રદર્શન કર્યું! 

દિવાળીને સિનેમાની દ્રષ્ટિએ વર્ષનો સૌથી નબળો દિવસ માનવામાં આવે છે. આમ છતાં 'ટાઈગર 3'નું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ 'ટાઈગર 3' સલમાન ખાનના ચાહકો માટે આ વર્ષની શ્રેષ્ઠ દિવાળી ગિફ્ટ સાબિત થઈ છે. ટાઇગર-3ની ગર્જનાએ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી... જો આપણે 'ટાઈગર 3' ની તુલના 'પઠાણ' સાથે કરીએ તો બંને ફિલ્મોના મોર્નિંગ શોમાં બહુ ફરક જોવા મળતો નથી. કારણ કે પહેલા દિવસે સવારના શોમાં પઠાણએ 8 કરોડ જેટલાની કમાણી કરી હતી, જ્યારે ટાઈગર-3એ પહેલા દિવસે સવારના શોમાંથી 7.38 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."