સ્પાઈસ જેટની ફ્લાઈટમાં થયો હોબાળો, દિલ્હીથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઈટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-24 11:33:20

ફરી એક વખત ફ્લાઈટથી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પાઈસ જેટમાં મુસાફરી કરનાર વ્યક્તિએ એર હોસ્ટેસની સાથે ગેરવર્તન કર્યું હતું.આ ઘટનાની જાણ થતા પોલીસે એ વ્યક્તિની ધકપકડ કરી લીધી છે. સ્પાઈસ જેટના સુરક્ષા અધિકારીની ફરિયાદ બાદ આ પગલા લેવામાં આવ્યા છે. ગેરવર્તન કરનાર આરોપી યાત્રીનું નામ અબસાર આલમની ધકપકડ કરી લેવામાં આવી છે. 

  

એરહોસ્ટેસ સાથે યાત્રીકે કર્યું ગેરવર્તન 

આજકાલ ફ્લાઈટથી એવાએવા કિસ્સાઓ સામે આવે છે જેમાં ગેરવર્તન કરવામાં આવ્યું હોય, મારામારીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે ફ્લાઈટમાં ગેરવર્તન કરવાનો વીડિયો સામે આવ્યા છે જેમાં એર હોસ્ટેસ સાથે દુર્વહેવાર કરવામાં આવ્યો છે. દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટમાં આ ઘટના બની છે.આ અંગેની ફરિયાદ સ્પાઈસ જેટના સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવી છે. જે બાદ પોલીસે એક્શન લીધા છે આરોપી અબસાર આલમની ધરપકડ કરી લીધી છે. ગેરવર્તન કરનાર આરોપી અને તેની સાથે યાત્રા કરી રહેલા સહયાત્રીને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. 


વધી રહ્યા છે ફ્લાઈટમાં ગેરવર્તનના કિસ્સા

થોડા મહિનાઓથી ફ્લાઈટમાં ગેરવર્તન કરવા વાળા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિમાનમાં એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. તે બાદ પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક વખત મારામારીના પણ વીડિયો સામે આવી રહ્યા છે.



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.