ભૂકંપના આંચકાથી ધ્રુજી ગયા ભારતના આ 7 રાજ્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 12:06:01


ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 સુધી માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ તબાહીના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે સવારે 6.27 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સની તીવ્રતા 4.3 હતી.



ભારતમાં કયા કયા અનુભવાયા આંચકા?

ભારતમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. લખનઉમાં પણ ભૂકંપના આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળના દિપાયલથી 21 કિમી દૂર હતું. અહીં મંગળવારે મોડી સાંજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.9 અને 3.5 હતી. આ પહેલા ઉત્તરાખંડમાં રવિવારે સાંજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


નેપાળને થયું સૌથી વધુ નુકશાન 

નેપાળમાં ભૂકંપથી સૌથી વધુ નુકશાન થયું છે . અહીંના ડોટીમાં ભૂકંપના આંચકાને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ડોટીમાં 6.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મૃતકોમાં એક જ પરિવારના 3 લોકોનો સમાવેશ થાય છે. ભૂકંપમાં ઈજાગ્રસ્ત  થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે