આ હિંદી સિરિયલો છે ગુજરાતી કલ્ચરથી પ્રભાવિત


  • Published By :
  • Published Date : 2022-12-04 12:51:54

ટેલિવિઝન પર અનેક શો આવી છે. અનેક શોએ લોકોના દિલમાં ઓવી જગ્યા બનાવી દીધી છે. અનેક ટેલિવિઝન શો ગુજરાતી સંસ્કૃતિને મોટા પડદા પર તેમજ લોકોના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. છેલ્લા અનેક વર્ષોથી એવા શો આવી રહ્યા છે જેમાં ગુજરાતી પરિવારને, તેમની રહેણી કરણીને દર્શાવામાં આવ્યો છે. હાલ સૌથી વધુ લોકપ્રિય બનેલી અનુપમા સિરિયલમાં પણ ગુજરાતી કલ્ચર તેમજ અમદાવાદને બતાવામાં આવ્યું છે.

anupama and Yeh Rishta Kya Kehlata Hai shooting will be in Gujarat

Ba, Bahu aur Baby' to follow Big B on Star Plus

ઘણા વર્ષો પહેલા બા બહુ ઓર બેબી સિરિયલ આવી હતી જેમાં ગુજરાતી કલ્ચરને બખુબી બતાવામાં આવ્યો હતો. 2005માં આવેલી કોમેડી તેમજ પારિવારીક સિરિયલમાં સરિતા જોષીએ ગોદાવરી બાની ભૂમિકા ભજવી હતી. વૈશાલી ઠક્કર પ્રવિણાના રોલમાં દેખાયા હતા જ્યારે રાજેશ કુમાર સુબોધના રોલમાં જોવા મળ્યા હતા. દેવેન ભોગાણીએ ગટ્ટુનું પાત્ર ભજવ્યું હતું. તે ઉપરાંત અનેક કલાકારોએ આ સિરિયલમાં ભૂમિકા ભજવી છે.   

Khichdi Episode 1 | Khichdi Serial Episode 1 to 155 All Episodes | Full  Review | Star Plus | - YouTube

બા બહુ ઓર બેબી સિવાય ગુજરાતી કલ્ચર ખીચડીમાં દેખાડવામાં આવ્યું છે. અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક તેમજ રાજીવ મહેતા સહિતના કલાકારોએ ખીચડીમાં ગુજરાતીઓનો રોલ ભજવ્યો હતો. આ સિરિયલ 2002માં આવી હતી. હંસા, હિમાંશુ, બાપુજી તેમજ પ્રફૂલનું કેરેક્ટર આજે પણ લોકોના દિલમાં જીવે છે. 

Saath Nibhana Saathiya Season 2 to be launch in October devoleena  bhattacharjee and Rupal Patel part of the show - 'साथ निभाना साथिया' के  फैन्स के लिए खुशखबरी, जानिए कब लॉन्च होगा

સાથ નિભાના સાથિયામાં પણ ગુજરાતી કલ્ચરને સારી રીતે પડદા પર દર્શાવામાં આવ્યું છે. કોકિલા, ગોપી બહુ, અહેમ તેમજ બીજા કલાકારે ગુજરાતી કલ્ચરને દર્શાવી છે. આ સિવાય ક્યુંકી સાસ ભી કભી બહુથીમાં પણ ગુજરાતી સંસ્કૃતિને બતાવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને ખુશ થયો ICUનો દર્દી, તસ્વીર થઈ Viral - GSTV

આ ઉપરાંત છેલ્લા અનેક વર્ષોથી લોકોના દિલમાં વાસ કરતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ ગુજરાતી કલ્ચર બતાવામાં આવ્યું છે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી, દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ આ શોમાં ગુજરાતીની ભૂમિકા ભજવી છે. આ શો લગભગ 14 વર્ષથી સબ ટીવીમાં ચાલી રહ્યો છે. આવી સિરિયલોને કારણે લોકો ગુજરાતને સમજતા થયા ઉપરાંત થોડી થોડી ગુજરાતી ભાષાને સમજતા થયા.             



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી