સરસ્વતી મર્ડર કેસમાં આવી આ મોટી અપડેટ! પોલીસ સામે મનોજે કહ્યું સરસ્વતીએ કરી હતી આત્મહત્યા! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-09 11:27:32

ગઈકાલથી એક હત્યા કાંડની વાત થઈ રહી છે તે છે સરસ્વીત વૈદ્ય હત્યાકાંડ. આ મર્ડરની ઘટનાએ દેશભરના લોકોને હચમચાવી દીધા છે. 32 વર્ષીય મહિલાની હત્યા 56 વર્ષીય મનોજ સાને આધેડે કરી દીધી હતી. તે બાદ 56 વર્ષીય આધેડની હેવાનિયત સામે આવી હતી. મર્ડર કરી દીધા બાદ અનેક દિવસ સુધી તેની લાશ ઘરમાં રાખી. આજુબાજુના લોકોને શક ન જાય તે માટે લાશના ટુકડા કરી કુકરમાં બાફી રખડતા કૂતરાઓને ખવડાવી દીધા. પોલીસે આધેડની ધરપકડ કરી લીધી હતી. અને તપાસ દરમિયાન આધેડે ચોંકાવારા ખુલાસા કર્યા હતા કે સરસ્વીએ 3 જૂને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરી લેતા તેને ડર સતાવતો હતો.હત્યાના આરોપથી બચવા આધેડે આવું કર્યું તેવું પોલીસને સામે કહ્યું.


શું હતો સમગ્ર મામલો? 

જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો કપલ લિવ-ઈનમાં રહેતું હતું. લિવ-ઈનમાં રહેતી એક યુવતીની તેના જ પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી. 56 વર્ષીય આરોપી મનોજ સહાની છેલ્લા ત્રણ વર્ષથી ગીતા નગર ફેઝ 7માં ગીતા આકાશ દીપ બિલ્ડિંગમાં ફ્લેટ 704માં સરસ્વતી વૈદ્ય (36) સાથે રહેતો હતો. મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. ઘટના મીરા રોડ વિસ્તારના નયા નગરની જણાવવામાં આવી રહી છે. અહીં બંને લિવ-ઈનમાં રહેતા હતા. પોલીસનું કહેવું છે કે, પાડોશીઓએ ફ્લેટમાંથી આવતી દુર્ગંધ અંગે ફરિયાદ કરી હતી. અહીં મહિલાની હત્યાનું કારણ બહાર આવ્યું નથી. 


પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, તે વ્યક્તિએ કટર વડે લાશના અનેક ટુકડા કરી નાખ્યા હતા અને પછી તેના શરીરના ભાગોને કૂકરમાં ઉકાળી દીધા હતા. ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ સ્થાનિક રહેવાસીઓએ પોલીસને કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મનોજ બોરીવલીમાં નાની દુકાન ચલાવે છે.બિલ્ડિંગના રહેવાસીઓએ પોલીસને જાણ કરીનયાનગર પોલીસ સ્ટેશનને બુધવારે સાંજે બિલ્ડિંગના રહેવાસીઓનો ફોન આવ્યો હતો જેમણે દંપતીના ફ્લેટમાંથી આવતી દુર્ગંધ અંગે ફરિયાદ કરી હતી. તેના ઘરમાંથી સડી ગયેલા શરીરના અવયવોના કારણે હત્યા ત્રણ-ચાર દિવસ પહેલા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાની સડી ગયેલી લાશ મળી હતી, જેના ઘણા ટુકડા કરવામાં આવ્યા હતા. આરોપીએ લાશના ટુકડા કુતરાને ખવડાવ્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


મનોજના સ્ટેટમેન્ટ પર પોલીસને નથી ભરોસો!       

પોલીસની હિરાસતમાં રહેલા 56 વર્ષીય મનોજે કહ્યું કે 3 જૂને સરસ્વતીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે તેના વિરુદ્ધ કોઈ કેસ ન થાય તે માટે આ કૃત્ય તેણે કર્યું. ધરપકડ બાદ મનોજ સાનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 16 જૂન સુધી પોલીસની કસ્ટડીમાં  મનોજને રાખવામાં આવશે. મનોજ દ્વારા આપવામાં આવેલા સ્ટેટમેન્ટ પર પોલીસને વિશ્વાસ નથી આવતો.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.