એન્ટરટેન્મેન્ટની આ કંપની કરશે મોટા પાયે કર્મચારીઓની છટણી! જાણો કેટલા લોકોની નોકરી આવી ખતરામાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-28 11:59:32

છેલ્લા ઘણા સમયથી અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. અનેક ઈન્ટરનેશનલ કંપની દ્વારા કર્મચારીઓની હકાલ પટ્ટી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા એમેઝોન, મેટા સહિતની કંપની દ્વારા આવા નિર્ણય લેવામાં આવ્યા હતા ત્યારે આ લિસ્ટમાં ડિઝનીનો સમાવેશ થવાનો છે. ત્યારે મળતી માહિતી અનુસાર આવનાર દિવસોમાં  7000 જેટલા કર્મચારીઓને નોકરીથી હટાવી દેવાઈ શકે છે.  


7 હજાર જેટલા કર્મચારીઓને કંપની કરશે ઘરભેગા!

દુનિયાભરની મોટી મોટી કંપની દ્વારા કર્મચારીઓને છૂટા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક કર્મચારીઓની નોકરી જઈ રહી છે. એમેઝોન, માઈક્રોસોફ્ટ,મેટા જેવી ઈન્ટરનેશનલ કંપનીઓ દ્વારા કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં મંદીના ભંકારા વાગી રહ્યા છે. ત્યારે વધુ એક દિગ્ગજ કંપની પોતાના 7 હજાર જેટલા કર્મચારીઓની છટણી કરી શકે છે.   


એપ્રિલ મહિનામાં કંપની કરશે કર્મચારીઓની છટણી 

કર્મચારીઓને છૂટા કરવાની ઘટના પ્રથમ વખત નથી બની.  મનોરંજન ક્ષેત્રમાં દિગ્ગજ કંપની માનવામાં આવતી ડિઝનીએ આ પહેલા પણ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારના નિર્ણયથી અનેક લોકોની નોકરી જવાની છે. કયા કર્મચારીને ઘરભેગા કરવાના છે તે માહિતી પણ એકત્રિત કરવામાં આવી ગઈ છએે. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવના જણાવ્યા અનુસાર કંપની આગામી ચાર દિવસમાં એ કર્મચારીઓને જાણ કરશે જેમની પ્રથમ રાઉન્ડમાં છટણી થવાની છે. 


વધારે ખર્ચ થતો હોવાથી કંપની કરી રહી છે કર્મચારીઓની હકાલપટ્ટી 

એપ્રિલમાં સ્ટાફની ક્ષમતામાં હજારોની સંખ્યામાં ઘટાડો થશે. ઉનાળાની શરૂઆતમાં છટણી પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે. મળતી માહિતી અનુસાર 7 હજાર કર્મચારીઓને બહાર નિકાળતા કંપનીના ખર્ચનો ઘટાડો થશે. 5.5 બિલિયન ડોલર ખર્ચનો ઘટાડો થશે. ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ છટણી કરી હતી ત્યારે એપ્રિલ મહિનામાં પણ ફરી એક વખત કર્મચારીઓની છટણી કરશે. 2022ની શરૂઆતમાં જ્યારે નેટફ્લિક્સે એક દાયકામાં તેના સબ્સ્કાઈબર્સની પ્રથમ ખોટ પોસ્ટ કરી ત્યારથી ખર્ચ પર લગામ લગાવવાનું શરૂ કરી દીધું હતું.    



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.