પતિના શરીરના 15 ટુકડા કરી પત્ની પ્રેમી સાથે ગઈ ફરવા પછી આ રીતે ફુટ્યો ભાંડો ને...


  • Published By : Admin
  • Published Date : 2025-03-21 21:25:56

એક મા પોતાની જ દિકરી માટે ફાંસીની માંગ કરી રહી છે. માતા એવું કહી રહી છે કે મારી દિકરી જ નફફ્ટ છે. છોકરો તો સારો હતો. પિતા દિકરી માટે કહી રહ્યાં છે આવા માણસને જીવવાનો કોઈ અધિકાર નથી. અને દિકરીએ શું કર્યું. તો પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો. એટલું જ નહીં એના શરીરના ટુકડા કરીને સિમેન્ટના ડ્રમમાં ભરી દીધા. અને પ્રેમી સાથે નીકળી ગઈ ફરવા.... શું છે આખી ઘટના અને ક્યાંની છે એના વિશે વાત કરીશું.


અનહન પ્રેમ કરતા પતિનો લીધો જીવ

ઉત્તરપ્રદેશના મેરઠમાં વર્ષ 2016માં મર્ચેન્ટ નેવીમાં કામ કરતા સૌરભ રાજપૂત સાથે મુસ્કાન રસ્તોગીએ લવ મેરેજ કર્યા. તેની છ વર્ષની દિકરી છે જે બીજા ધોરણમાં ભણે છે. સૌરભ મુસ્કાનને અનહદ પ્રેમ કરે છે. લગ્ન પછી સૌરભ અને તેના પરિવાર સાથે રહેતી મુસ્કાનને બહુ જ ઝઘડા થાય. એટલે માતા-પિતાથી અલગ તેમણે ભાડાનું મકાન લીધું.  ઘણા સમય પછી સૌરભનું પોસ્ટિંગ લંડનમાં થયું એટલે એ લંડન ગયો. અને પત્ની મુસ્કાન અહીંયા હતી. સૌરભ કામના કારણે મોટાભાગે વિદેશમાં રહેતો હતો. પત્ની મુસ્કાનને તેમની જ શેરીમાં રહેતા સાહિલ શુક્લા સાથે પ્રેમ સંબધ બંધાયો. સૌરભને બે વર્ષ પહેલા આ વાતની ખબર પડી. તેણે વિરોધ કર્યો. ઝઘડો થયો બંને વચ્ચે વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ. પરિજનોએ સમાધાન કરાવ્યું. પતિ લંડન ગયો ફરી સ્થિતિ એની એજ આવી. સૌરભ 24 ફેબ્રુઆરીએ લંડનથી પાછો આવ્યો કેમ કે 25 ફેબ્રુઆરીએ મુસ્કાનનો જન્મદિવસ હતો. સેલિબ્રેટ કરવા માટે પોતે આવ્યો હતો લંડનથી. અને પત્નીએ પ્લાન બનાવ્યો હતો પતિનો જીવ લેવાનો.


ભોજનમાં ઝેર ભેળવીને આપી દીધું પતિને 

4 માર્ચની રાત્રે પતિને જમવામાં ઝેર આપ્યું... પછી પ્રેમી સાહિલને ફોન કર્યો... સાહિલ આવ્યો અને બંનેએ મળીને સૌરભનો જીવ લઈ લીધો... ડ્રમ અને સિમેન્ટ પહેલાથી જ લાવીને રાખ્યા હતા.. પણ શરીર એમાં સમાયું નહીં. એટલે શરીરના 15 જેટલા ટુકડા કરી નાંખ્યા અને સિમેન્ટમાં ચણી દીધા. તેના પર ઢાંકણ મુક્યું. બીજા દિવસે આડોશ પાડોશમાં એવી વાતો કરી મુસ્કાને કે પતિ સાથે ચાર દિવસ હિમાચલમાં ફરવા જાઉં છું. અને નીકળી પ્રેમી સાહિલ સાથે મનાલી ફરવા. ખુબ એન્જોય કર્યું મનાલીમાં પણ પૈસા ખુટી ગયા. સૌરભના ખાતામાંથી પૈસા ઉપાડવા હતા પણ શક્ય થયું નહીં. મનાલીથી પરત આવીને મુસ્કાને તેની માતાને વાત કરી કે પોતે સૌરભની હત્યા કરી નાંખી છે.  અને પછી મુસ્કાનના માતા-પિતાએ જ પોલીસને જાણ કરી અને મુસ્કાનની ધરપકડ કરવામાં આવી. દિકરી પર માતા-પિતાને જરા પણ દયા નથી. પિતા ખુદ કહી રહ્યાં છે કે આવા માણસને જીવવાનો જ કોઈ અધિકાર નથી. તેને ફાંસી આપવી જોઈએ. જે પ્રેમી હતો સાહિલ એ મુસ્કાનને ડ્રગ્સ આપી રહ્યો હતો એવી પણ માહિતી છે.  


માતા કહે છે અમારી દિકરી જ નફ્ફટ છે

દિકરી મુસ્કાન વિશે એની માતા કવિતા રસ્તોગી કહે છે કે, મુસ્કાનને અમે જ પકડાવી છે, એણે મારી પાસે જ આવીને 18 તારીખે જ કન્ફેસ કર્યું હતું કે તેણે સૌરભ સાથે આવુ-આવુ કર્યું છે.. અમે તેને તરત જ ચાર વાગ્યે પોલીસ સ્ટેશન લઈ ગયા. બે વર્ષથી જ્યારથી સૌરભ લંડન ગયા હતા ત્યારથી એ પરિવારથી આવી રીતે અલગ રુમ રાખીને અલગ રહેતી હતી. જ્યારથી લગ્ન થયા ત્યારથી પરિવારથી અલગ જ રહેતા હતા. એક વર્ષ જ સાસરિયામાં રહી ત્યાં પણ તેને ભળતુ નહોતુ. સૌરભને શું સમજાવ્યું કે શું કર્યું ખબર નહીં. પણ એટલી ખબર છે કે સૌરભ આને આંધળો પ્રેમ કરતો હતો. છોકરી જ નફ્ફટ હતી અમારી. એને જ સૌરભને કોઈ રીતે અલગ કર્યો પરિવારથી અને હવે આવુ કરી દીધું. અમે ઈચ્છીએ છીએ કે સૌરભના પરિવારને ન્યાય મળે. એ બાળક સૌરભને ન્યાય મળવો જોઈએ જેણે મારી મુસ્કાન માટે પોતાના મા-બાપને દાવ પર લગાવ્યા. એમની કરોડો રુપિયાની પ્રોપટી છોડી દીધી અને આના કહેવાથી અલગ થયો.  અને આ નફફ્ટે શું કર્યું . એ પણ મારો જ દિકરો હતો. અમને ખબર છે એ કેમ રાખતો હતો. ફાંસી હોવી જોઈએ આવાને તો. જ્યારે અલગ રહેતા હતા ત્યારે દરેક વસ્તુમાં સૌરભ એને સપોર્ટ કરતા હતા. અમે કહ્યું કે, તમે લંડન જાવ તો મુસ્કાનને અહીંયા મુકીને જાવ, પણ મુસ્કાન નહોતી ઈચ્છતી કેમ કે માતા-પિતા તો ટોકે, મમ્મી-પપ્પા કોઈને કોઈ વાત માટે રોકશે. એ સવારે 10-11 વાગ્યે ઉઠે રાત્રે મોડે સુધી જાગે. પણ સૌરભ એનો બધો જ સપોર્ટ કરતા હતા. સૌરભ લંડનમાં હતા ત્યારે તેમને કહ્યું કે સૌરભ આ બહુ જ પાતળી થઈ ગઈ છે વજન 10 કિલો ઘટી ગયું છે. અમને એવું લાગી રહ્યું હતું કે સૌરભની યાદમાં આ પાતળી થતી જાય છે. પણ અમને નહોતી ખબર કે, પેલો નફ્ફટ સાહિલ આને ડ્રગ્સનો નશો કરાવે છે એટલે આવુ થયું છે. અમે ચેકિંગ કરાવ્યું હતું તો ખબર પડી કે બ્લડ ઓછું હતી. એમની દિકરી તો જન્મથી જ અમારી સાથે રહે છે. પણ અમને ખબર નહોતી કે મુસ્કાન આ વસ્તુનો ફાયદો ઉઠાવે છે પોતે એકલી રહેવા માંગે છે. અમને એવું કહેતી હતી કે મમ્મી આ નાની પાસે રહેવા માંગે છે, તમારી પાસે રહેવા માંગે છે. 


પિતાએ કહ્યું ફાંસી થવી જોઈએ દિકરીને

મારવાનું કારણ શું આવો સવાલ જ્યારે પુછાયો તો પિતા બોલ્યા કે, એનો પ્રેમી એને કહી રહ્યો હતો કે હવે આપણે નશો નહીં કરી શકીએ સૌરભ આપણને રોકશે, નશાનું કારણ આપ્યું કે હવે નહીં કરી શકીએ એટલે આને મારવો પડશે.  ફાંસી હોવી જોઈએ, એણે જીવવાનો હક ખોઈ દીધો. આવા માણસને જીવવાનો કોઈ અધિકાર નથી.


હાલ તો મુસ્કાન અને સાહિલ બંને પોલીસ કસ્ટડીમાં છે પુછપરછમાં અનેક પ્રકારના ખુલાસા કર્યા છે.  કઈ રીતે પતિને બેભાન કર્યો, ક્યાંથી દવા મંગાવી,કેવી રીતે એ બંને મૃતદેહના નિકાલની રીત શોધતા હતા આ બધા જ ખુલાસા કર્યા છે. બંને સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.  


એક સ્ત્રી હોવાથી એ દોષિત નથી એવું તો બિલકુલ નથી આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈપણ ઘટના બને તો આપણે સીધો દોષનો ટોપલો સંસ્કારો પર કે મા-બાપ પર ઢોળી દઈએ છીએ. કે સમાજને સવાલો માનસિકતાને સવાલો કરીએ છીએ.  પણ શું માત્ર પેરેન્ટિંગથી જ બાળકમાં સંસ્કારો આવે છે. છેલ્લા 10 વર્ષમાં સમાજનું માનસચિત્ર જે રીતે બદલાયુયં છે એમાં માત્ર માતા-પિતા જ બાળકને સંસ્કાર આપી શકે એવુ જરુરી નથી. સોશિયલ મીડિયા, નશાનો પ્રયોગ, સમાજજીવન, મિત્રો, માનસિકતા આ બધુ પણ તો અસર કરે છે. હવે એવું નથી કે સંસ્કારોનું સિંચન માત્ર મા-બાપ જ કરી શકે. મા-બાપ ગમે તેટલું સમજાવે તો પણ બાળકની આસપાસની સ્થિતિઓ એને બહુ જ અસરકર્તા હોય છે. સમાજજીવન સમુળગુ બદલાયું એટલે પણ પરિસ્થિતિ અને માનસિકતા બદલાય છે. અપેક્ષા રાખીએ કે આ મુસ્કાનને કડકમાં કડક સજા થાય.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.